ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 21 ડિસેમ્બર 2017 (13:40 IST)

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલમાં PM મોદી ઉપસ્થિત રહે તેવી શક્યતા

અમદાવાદમાં 25 ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થશે. 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી 10મો કાર્નિવલ યોજાઇ રહ્યો છે. આ કાર્નિવલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.  અમદાવાદ શહેરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સીટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત 25મીએ ભાજપની નવી સરકાર બનાવાની શક્યાતાઓ પણ જોવામાં આવી રહી છે. ત્યારે ભાજપ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બેવડી ખુશીને મનાવવા માંગતી હોય એમ અત્યારથી જ કાંકરિયાની આસપાસ વિસ્તાર અને રોડ રસ્તાઓને લાઇટોથી ઝળહળતા કરવાની તૈયારીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે કાંકરિયા ખાતે અવનવી લાઇટો લગાવવામાં આવી રહી છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કાંકરિયા કાર્નિવલના દશાબ્દી વર્ષમાં પ્રવેશ નિમિત્તે રપ ડિસેમ્બરથી આરંભાનારા કાર્નિવલના ઉદ્ઘાટન માટે આમંત્રણ અપાયું હોઇ નોકટરનલ ઝૂનું લોકાર્પણ સંભવતઃ તેમના હાથે અથવા તો કાર્નિવલ દરમિયાન થઇ શકે છે.