સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 25 ડિસેમ્બર 2018 (12:07 IST)

Kankaria Carnival 2018: Traffic rules કાંકરિયા કાર્નિવલમાં ટ્રાફિક નિયમન માટે આયોજન કરાયું, તળાવને ફરતે નો પાર્કિંગ ઝોન જાહેર, યુ ટર્ન પણ લઇ શકાશે નહીં

અમદાવાદ શહેરમાં આજે તા.૨૫ ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થઇ રહ્યો છે. જે તા.૩૧ ડિસેમ્બર સુધી ચાલશે. આ અવસરે લાખોની જનમેદની ઉમટી પડતી હોવાથી શહેર પોલીસ કમિશનર દ્વારા કાંકરિયાની આજુબાજુના વિસ્તારોમાં 'નો પાર્કિંગ ઝોન ', 'નો સ્ટોપ ' અને 'નો યુ ટર્ન ' જાહેર કરાયો છે.
કાંકરિયા તળાવને ફરતે ટુ વ્હિલર સહિતના કોઇપણ પ્રકારના વાહનો પાર્ક થઇ શકશે નહીં. તમામ વાહનોને નિયત પાર્કિંગ સ્થળે જ પાર્ક કરી શકાશે. તેમજ તળાવની ફરતે કોઇપણ જગ્યાએથી યુ ટર્ન લઇ શકાશે નહીં.
કાંકરિયા ચોકી ત્રણ રસ્તાથી રેલવે યાર્ડ ખોખરા બ્રિજ, દેડકી ગાર્ડન, સિદ્ધિ વિનાયક હોસ્પિટલ ચાર રસ્તા, મચ્છી પીર ચાર રસ્તા થઇ પુષ્પકુંજ સર્કલ, અપ્સરા સિનેમા થી ફૂટબોલ ગ્રાઉન્ડ ચાર રસ્તા થઇ લોહાણા મહાજનવાડી સહિતના કાંકરિયા તળાવને ફરતે કોઇપણ વાહન પાર્ક કરી શકાશે નહીં.
આ ઉપરાંત કાંકરિયા તરફ જતા તમામ ચાર રસ્તાઓ જેવા કે દાણીલીમડા ચાર રસ્તાથી શાહઆલમ, ચંડોળા પોલીસ ચોકીથી શાહઆલમ, મણિનગર રેલવે સ્ટેશન, રામબાગ ચાર રસ્તા, કાગડાપીઠ ટી થી વાણિજ્ય ભવન, રાયપુર દરવાજાથી બિગબજારથી પારસી અગિયારી ચાર રસ્તા, ગુરૃજીબ્રિજથી આવકાર હોલ ચાર રસ્તાથી હિરાભાઇ ટાવરથી ભૈરવનાથ ચાર રસ્તા પર તમામ પ્રકારના ભારે વાહનોની અવર-જવર પર સવારના ૭ થી રાત્રિના ૧ વાગ્યા સુધી પ્રતિબંધ ફરમાવી દેવાયો છે.