1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 31 ડિસેમ્બર 2020 (17:52 IST)

દાદાને ચઢાવાયા 21 સોના-ચાંદીના આભૂષણ

સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મદિરે પવિત્ર ધનુર માસ નિમિતે સૌ પ્રથમ વાર દાદાને વિવિધ અલગ અલગ પ્રકારના 21 કિલો સોના ચાંદીના અલગ અલગ પ્રકારના સોનાના આભૂષણો ધરવામાં આવ્યા હતા. જેમાં 100થી વધારે સોના ચાંદીના હાર નેકલ્સ,ચેન સાથે 11 જોડી સોના ચાંદીના કુંડળ 8 સોના ચાંદીના હીરા જડિત હાર અને 500 સોના ચાંદીની વિટી તેમજ 300 કડલા સહિતના આભુષણો ધરવામાં આવ્યા હતા. 
 
બોટાદ જિલાના બરવાળા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ સાળંગપુર મદિર રોજના ખુબજ મોટી સખ્યામાં હરીભક્તો દર્શન માટે આવતા હોઈ છે. તેમજ હનુમાનજી મદિરે અલગ અલગ તહેવાર કે પછી શનિવાર હોઈ ત્યારે અન્નકૂટ સહિત અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોઈ છે. ત્યારે હાલ પવિત્ર ધનુર માસ ચાલી રહ્યો હોઈ જેમાં અલગ અલગ પ્રકારના આયોજન કરવામાં આવતા હોઈ છે. ત્યારે આજે દાદા અને ખાસ ધનુરમાસ નિમિત્તે અલગ અલગ પ્રકાર 21 કિલો સોના -ચાંદીના આભુષણનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
 
પવિત્ર ધનુર્માસ નિમિતે શાસ્ત્રી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા) ની પ્રેરણાથી  મંગળા આરતી તથા શણગાર આરતી મંદિરના પૂજારી દ્વારા કરવામાં આવી હતી. 21 કિલો સુવર્ણ શણગાર અંતગૅત  100 થી વધારે સોના -ચાંદીના હાર, નેકલેસ અને  ચેન, 11 જોડી સોના -ચાંદીના કુંડલ,8  સોના -ચાંદી હીરા જડિત  મુગટ,500 સોના -ચાંદીની  વીટી,300 કડલા, 1 સમ્પુર્ણ સોનાનો વાઘો (વસ્ત્ર),1 ચાંદીનો વાઘો ,5 સુવર્ણ જડિત રુદ્રાક્ષ માળા ,2 ચાંદી જડિત આંકડાની માળા વગરે  આભુષણો ધરાવવામાં આવેલ છે અને ભક્તોએ દાદાના સોના જડિત દર્શન કરી ધન્યતા અનુભવી હતી.