સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 20 એપ્રિલ 2021 (09:06 IST)

શુ છે કોરોનાનો ડબલ મ્યૂટેંટ, જેણે ભારતમાં મચાવ્યો છે કોહરામ, દુનિયામાં લાગી રહી છે ભારતીયોના એંટ્રી પર બેન

ભારતમાં કોરોના સંક્રમણની બેકાબૂ ગતિ માટે અહી મળેલા ડબલ મ્યૂટેંટ વાયરસને જવાબદાર બતાવાય રહ્યા છે. દુનિયાભરમાં આ નવા વેરિએંટને લઈને હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે. જો કે હવે પરિસ્થિતિ એ છે કે બ્રિટન અને પાકિસ્તાને ભારતને રેડ લિસ્ટમાં નાખી દીધુ છે. એટલે કે હવે આ દેશોમાં ભારતીયોની એંટ્રી હાલ રોકાશે નહી. કોરોનાનો આ નવો વેરિએંટ અત્યાર સુધી દુનિયાના દસ દેશોમાં જોવા મળ્યો છે.  આવો તમને બતાવી દઈએ આ અંગે.. 
 
શુ છે ડબલ મ્યૂટેંટ વાયરસ ? 
 
આ વૈરિએંટને વૈજ્ઞાનિક રૂપે B.1.617 નામ આપવામાં આવ્યુ છે, જેમા બે પ્રકારના મ્યૂટેશંસ છે -  E484Q અને  L452R મ્યૂટેશન. સહેલી ભાષામાં સમજીએ તો આ વાયરસનુ એ રૂપ છે, જેને જીનોમમાં બે વાર ફેરફાર થઈ ચુક્યો છે. આમ તો વાયરસના જીનોમિક વેરિએંટમાં ફેરફાર થવો સામાન્ય વાત છે. ઉલ્લેખનીય છે કે વાયરસ ખુદને લાંબા સમય સુધી પ્રભાવી રાખવા માટે સતત પોતાની જેનેટિક સંરચનામાં ફેરફર લાવતો રહે છે. જેથી તેને મારી ન શકાય. ડબલ મ્યૂટેશન ત્યારે થાય છે જ્યારે વાયરસના બે મ્યૂટેટેડ સ્ટ્રેન મળે છે અને ત્રીજો સ્ટ્રેન બને છે. ભારતમાં રિપોર્ટ કરવામાં આવેલ ડબલ મ્યૂટેંટ વાયરસ E484Q અને  L452Rના મળવાના પ્રભાવથી બન્યો છે.  L452R સ્ટ્રેન સંયુક્ત રાજ્ય અમેરિકામાં કૈલિફોર્નિયામાં જોવા મળે છે અને E484Q સ્ટ્રેન સ્વદેશી છે. 
 
મહારાષ્ટ્રમાં સૌથી વધુ જોવા મળ્યા છે ડબલ મ્યૂટેશન 
 
ડબલ મ્યુટન્ટ વાયરસની ઓળખ દેશના ઓછામાં ઓછા પાંચ રાજ્યોમાં  કરવામાં આવી ચુકી છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ ડબલ મ્યૂટેશન  મહારાષ્ટ્રથી શરૂ થયું છે. મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, ગુજરાત, કર્ણાટક અને મધ્યપ્રદેશ એવા રાજ્યોમાં શામેલ છે જ્યાં ડબલ મ્યુટન્ટ્સવાળા વાયરસ મળી આવ્યા છે. આ મ્યુટન્ટ્સ COVID-19 કેસોમાં ઝડપથી વધારો કરવામાં ભૂમિકા ભજવી રહ્યા છે.
 
કેમ ખતરનાક છે આ વાયરસ  ?
 
નવો મ્યૂટેશન બે મ્યૂટેશંસના જેનેટિક કોડ ( E484Q અને  L452R ) થી છે. જ્યા આ બંને મ્યૂટેશંસ વધુ સંક્રમણ દર માટે ઓળખાય છે. બીજી બાજુ આવુ પહેલીવાર છે કે બંને મ્યૂટેશન એકસાથે મળી ગયા છે જેનાથી વાયરસના અનેક ગણા વધુ સંક્રામક અને ખતરનાક રૂપ લઈ લીધુ છે. 
 
ડબલ મ્યૂટેટ વાયરસના વિરુદ્ધ વૈક્સીન કેટલી અસરદાર  ? 
 
અત્યારે આ સ્પષ્ટરૂપે કહી શકાય નહીં કે ડબલ મ્યુટન્ટ વાયરસ સામે વર્તમાન વેક્સીન અસરકારક છે કે નહી.  આ જાણવા માટે હાલ તપાસ ચાલી રહી છે. અત્યાર સુધી એવું માનવામાં આવે છે કે ભારતમાં કોવાક્સિન અને કોવિશિલ્ડ વેક્સીન આ વૈરિએંટ પ્રત્યે અસરકારક છે.
 
શરીરમાં વધી જઆય છે વાયરલનો ભાર 
 
અનેકવાર મ્યૂટેશન પછી વાયરસ પહેલા કરતાં નબળો પડી જાય છે, પરંતુ કેટલીકવાર  મ્યૂટેશનની આ પ્રક્રિયા વાયરસને એકદમ ખતરનાક બનાવે છે. આવી સ્થિતિમાં, જો વાયરસ આપણા શરીરના કોઈપણ કોશિકા પર હુમલો કરે છે, તો સેલ થોડા કલાકોમાં વાયરસની હજારો કૉપી બનાવે છે. આનાથી શરીરમાં વાયરસનો લોડ વધી જાય છે અને દર્દી ઝડપથી બીમારીની ગંભીર અવસ્થામાં પહોંચી જાય છે. 
 
શુ આ વેરિએંટ બીજા વેરિએંટ્સથી વધુ ખતરનાક છે ?
 
હાલ વૈજ્ઞાનિકો આ શોધ લગાવવાની કોશિશ કરી રહ્યા છે. જો કે L452R પર અમેરિકામાં અનેક શોધ થઈ છે અને જોવા મળ્યુ છે કે તેનાથી સંક્રમણ 20 ટકા વધી જાય છે અને સાથે જ એંટીબોડી પર પણ 50 ટકા સુધી અસર પડે છે.