બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 9 એપ્રિલ 2022 (18:34 IST)

રૂ. ૩ કરોડના ખર્ચે કોટેશ્વર મહાદેવ મંદિરનું આધુનિકરણ કરાશે, મુખ્યમંત્રીએ ચાની ચુસ્કી લગાવી પાપડી-ઝલેબીની મજા માણી

kotkeshvar mahadev
ચૈત્રી નવરાત્રિના પાવન પ્રસંગે પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે અનેક વિકાસ કાર્યોનું ભૂમિપૂજન અને લોકાપર્ણ કરાયા છે,ત્યારે અંબાજીના સાનિધ્યમાં આવેલા પ્રાચીન કોટેશ્વર મહાદેવના આધુનિકરણના પ્રોજેકટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
 
રૂ. ૩ કરોડના ખર્ચે યાત્રાળુઓ માટે યાત્રિક સુવિધા કેન્દ્ર, રેમપની કામગીરી, પગથિયાનું રીનોવેશન, હયાત મંદિર અને પરીસરનું રીનોવેશન, ગૌમુખ કુંડ રીનોવશન તથા નવિન કામ, સરસ્વતી માતાની પ્રતિમાનું નિર્માણ, ગાર્ડનીંગ તથા પ્રવેશદ્વાર સહિતના આધુનિકરણના કામો હાથ ધરાશે.
cm bhupendrabhai
અત્રે ઉલ્લેખનીય છે કે મંદિરથી પરત ફરતા મુખ્યમંત્રી સામાન્ય નાગરીકની જેમ સ્થાનિક ગ્રામજનો સાથે તેમના સામાન્ય જીવનમાં મુશકેલી વિષે ચર્ચા કરી તેમના બાળકોના આરોગ્ય અને શિક્ષણ વિષે વિસ્તૃત વાત કરી હતી. મુખયમંત્રીએ સહજ ભાવે સ્થાનિક સાથે ચાની ચુસ્કી લગાવી પાપડી-ઝલેબી આરોગ્યા હતા. 
cm bhupendrabhai
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના સહજ સરળ અને નિખાલસ વ્યક્તિત્વ નો  અંબાજી ધામ નજીકના કોટેશ્વરના ગ્રામજનો અને બાળકોને અદકેરો અનુભવ થયો.મુખ્યમંત્રી કોટેશ્વર મહાદેવ માં પૂજન અર્ચન કરી ગબ્બર ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો સહિતના વિકાસ કામોના લોકાર્પણ માટે જઈ રહ્યા હતા. માર્ગમાં આવતી એક દુકાને તેઓ સામાન્ય નાગરિકની જેમ જ અચાનક ઊભા રહી ગયા અને એક વડીલ સાથે પોતીકા ભાવથી વાતચીત કરી તેમના ખબર અંતર  પૂછ્યા અને અહીં જે બાળકો હતા તેમની સાથે પણ વડીલ ભાવે સંવાદ કરી તેમના શિક્ષણ, શાળા ની સુવિધા જેવી બાબતે પ્રાથમિક માહિતી મેળવી હતી. ભૂપેન્દ્ર પટેલે ગ્રામજનો સાથે ગ્રામ જન બની ચા ની ચૂસકી લીધી અને નાસ્તો પણ કર્યો હતો.