કચ્છ કડવા પાટીદાર સમાજનો પ્રેરણાદાયી નિર્ણય: ત્રીજા સંતાન તરીકે દીકરી જન્મે તો રૂ. 51,000નું ઇનામ
Patidar Community
સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં ગત સપ્ટેમ્બર માસમાં કચ્છ કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ, ટ્રસ્ટીઓ અને પરિવારજનોની એક વિશેષ ચિંતન સભા યોજાઈ હતી. આ બેઠકમાં આજની પેઢીમાં વધી રહેલા નાના પરિવારોના ચલણ અને ઝડપથી ઘટી રહેલા જન્મદર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ભવિષ્યમાં વસ્તી ઘટાડાને કારણે સમાજમાં ઊભી થનારી સંભવિત સામાજિક અને કૌટુંબિક સમસ્યાઓના નિવારણ માટે અગ્રણીઓ દ્વારા ગહન મંથન કરવામાં આવ્યું હતું.
આ ચિંતન સભાના અંતે સમાજના હિતમાં એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત, સમાજના કોઈ પણ પરિવારમાં ત્રીજા કે તેથી વધુ સંતાનનો જન્મ થશે, તો તે નવજાત બાળકના નામે સમાજ તરફથી 10 વર્ષની મુદત માટે રૂપિયા 50,000ની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરી આપવામાં આવશે.
સમાજની આ નવતર પહેલની સૌથી ખાસ બાબત એ છે કે આ આર્થિક સહાય દીકરા અને દીકરી વચ્ચે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના સમાન રીતે આપવામાં આવશે. આ નિર્ણય દ્વારા સમાજમાં 'એકલ સંતાન'ની માનસિકતા બદલવા, પરિવારોને મોટા કરવા પ્રોત્સાહિત કરવા તેમજ સમાજમાં લિંગ સંતુલન જાળવી રાખવાનો એક સકારાત્મક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

