બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 12 ઑગસ્ટ 2019 (12:46 IST)

કચ્છમાં ખાબકેલા વરસાદથી હાજીપુરમાં ફસાયેલા 200 લોકોને હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરાયા

સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા બે દિવસથી પડેલા ભારે વરસાદ કારણે અનેકનદી ગાંડીતુર બની છે. નખત્રાણા તાલુકાના પૈયા નદી ગાંડીતુર બની છે. ભારે વરસાદ કારણે પૈયા અને મોતીચુર વચ્ચેનો કોઝવે પાણી ભરતા લોકો મુશ્કેલીમાં મુક્યા હતા. કોઝવે પર વરસાદી પાણી ફરી વળતા આસપાસના આઠ ગામ અને વાંઢના સંપર્ક તૂટી ગયા છે. ત્યારે કચ્છમાં વરસાદ કારણે ફસાયેલા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. હાજીપીરમાં ફસાયેલા 200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. એરફોર્સના હેલિકોપ્ટરની મદદથી તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હજુપણ હાજીપીરમાં 100 જેટલા લોકો ફસાયેલા છે. જેમને બચાવવાની કામગીરી ચાલી રહી છે. એનડીઆરએફ ટીમ અને પશ્ચિમ કચ્છ એસપી સૌરભ તોલબિયા હાજીપીર પહોંચ્યા છે. તેઓ લોકોને બચાવવા માટે ઝડપી કામગીરી કરી રહ્યાં છે. કચ્છના મધ્યમ સિંચાઇના 20 ડેમમાંથી 10 ડેમ પાણીથી છલકાઈ ગયા છે. લખપતના 4 ડેમ, અબડાસાના 4, નખત્રાણાનો એક તથા સુવઈ-રાપર ડેમ છલકાયા છે. હજુ પણ પાણીનો પ્રવાહ અવિરત ચાલુ હોવાથી અન્ય ડેમોમાં નવા નીર આવી રહ્યા છે.