બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2019 (11:57 IST)

પાકિસ્તાને ગુજરાતની કચ્છ સીમા પર કાર્યવાહી વધારી

ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની સીમામાં ઘૂસીને એરસ્ટ્રાઈક કરી અનેક આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા આ બાબતનો જશ્ન ભારતમાં મનાવાતો હતો ત્યારે બુધવારે સવારે પાકિસ્તાને ભારતનું એક એરક્રાફ્ટ અને ભારતે પાકિસ્તાનનું એક એરક્રાફ્ટ તોડી પાડવાનો દાવો કર્યો, આ દરમિયાન પાકિસ્તાને ભારતના એક પાઈલટને એરેસ્ટ કર્યો. ત્યાર બાદ બંને દેશો વચ્ચે તણાવ વધવાની સ્થિતિ સર્જીઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાને કચ્છ અને દરિયાઈ સીમા પાસે હથિયાર અને આર્મીને ડિપ્લોય કરવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાને તેમના માછીમારોને પણ હાલ દરિયો ખેડવાની ના પાડી દીધી છે.  મંગળવારે પણ કચ્છમાં સેનાએ પાકિસ્તાનનું એક ડ્રોન તોડી પાડ્યું હતું.