શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 12 સપ્ટેમ્બર 2018 (12:32 IST)

SPG અધ્યક્ષ લાલજી પટેલનું સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ

ગુજરાત સરકાર સામે પાસ કન્વીનર હાર્દિક પટેલ ખેડૂતોના દેવામાફી અને પાટીદારને અનામત મુદ્દે ઉપવાસ પર છે ત્યારે એસપીજીએ સરકાર સામે રણશિંગૂ ફૂક્યું છે. એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે મંગળવારે ઉગ્ર સૂરમાં સરકારને ૭૨ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જો અમારી આઠ માંગણીઓ નહી સંતોષાય તો આગામી સમયમાં ગુજરાત સરકાર સામે ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવશે એવો લાલજી પટેલે લલકાર કર્યો છે.
પાટીદાર સમાજને અનામત અને ખેડૂતોના દેવા માફી મામલે પાસ કન્વીનર હાર્દિક પટેલ છેલ્લા ૧૮ દિવસથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે ત્યારે તેના સમર્થનમાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. હાર્દિકની તબીયત લથડતા સારવાર બાદ ફરી ઉપવાસ પર ઉતરતાં પાટીદારોમાં સરકારની નીતિ સામે પાટીદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 
આ સંજોગોમા હાર્દિક બાદ એસપીજી હવે મેદાનમાં આવ્યું છે.  છેલ્લા કેટલાક સમયથી ચૂપકીદી સેવી રહેલા એસ.પી.જી ગ્રુપના લાલજી પટેલે ચૂપકીદી ખોલી  છે અને સરકાર સામે ખુલ્લેઆમ રણશિંગુ ફ્ંક્યું છે. લાલજી પટેલે સરકારને ૭૨ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે નહી તો ઉગ્ર કાર્યક્રમોની ચીમકી ઉચ્ચારી છે.
ગુજરાત સરકારને પાટીદાર સમાજની આઠ માંગણીઓનો સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવે અને હાર્દિકને પારણા કરાવવામાં આવે તે સહિતના મુદ્દે આગામી ૭૨ કલાકની લાલજી પટેલે અલ્ટીમેટર આપતાં ફરી પાટીદાર આંદોલનમાં ગરમાવો આવી ગયો છે. જો કે છેલ્લા કેટલાક સમયથી હાર્દિકના સમર્થન મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ ન કરતાં લાલજી પટેલે એકાએક સરકારને ૭૨ કલાકનું અલ્ટીમેટર આપતાં પાટીદાર આંદોલન વેગવંતુ બને તેવા અણસાર વર્તાઇ રહ્યા છે.