મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 18 ડિસેમ્બર 2021 (10:15 IST)

ગત નવેમ્બરમાં ડોમેસ્ટિક વિમાન પ્રવાસીઓમાં 17%નો વધારો થયો, સૌથી વધુ 39% મુસાફરો કસ્ટમર સર્વિસથી નારાજ

હવાઈ પ્રવાસ કરનારા ડોમેસ્ટિક મુસાફરોની સંખ્યા નવેમ્બરમાં 17.03 ટકા વધીને 1.05 કરોડ થઈ ગઈ છે જ્યારે ઓક્ટોબરમાં આ સંખ્યા 89.95 લાખ હતી. તમામ એરલાઇન્સમાં ઈન્ડિગોએ નવેમ્બરમાં 57.06 લાખ મુસાફરોને લઈને ઉડાન ભરી તથા 54.3 ટકા હિસ્સેદારી સાથે ડોમેસ્ટિક એરલાઇન બજારમાં પોતાનો દબદબો બનાવ્યો. 10.78 લાખ મુસાફરોની સાથે સ્પાઇસજેટની 10.3 ટકા હિસ્સેદારી રહી.

DGCAએ આપેલી જાણકારી મુજબ, નવેમ્બર 2021માં 554 મુસાફરોની ફરિયાદ નોંધાઈ હતી જેમાં સૌથી વધુ અલાયન્સ એર સામે ફરિયાદો છે. દર 10 હજારમાંથી 13.4 મુસાફરોએ ફરિયાદ નોંધાવી છે. જેની સામે સ્પાઇસજેટમાં આ પ્રમાણ માત્ર 0.5નું છે. એર એશિયા, ઈન્ડિગો અને વિસ્તારામાં આ પ્રમાણ ખૂબ જ ઓછું 0.1નું છે. ગો એરના મુસાફરોએ એક પણ ફરિયાદ નથી નોંધાવી.

નવેમ્બરમાં ફ્લાઇટ કેન્સલ થવાનો દર માત્ર 0.74%નો રહ્યો છે. તેમાં સૌથી વધુ ફ્લાઇટ કેન્સલ એર ટેક્સીની નોંધાઈ છે. અલાયન્સ એર 1.9%, સ્પાઇસજેટ 0.61%, ઈન્ડિગો 0.58%, વિસ્તારા 0.37 અને એર એશિયાની 0.23% ફ્લાઇટ કેન્સલ થઈ હતી. ફ્લાઇટ કેન્સલ થવામાં સૌથી મોટું કારણ હવામાન ખરાબ 48.5% છે. ટેકનિકલ ખામીના કારણે 22.5% ફ્લાઇટ રદ થઈ હતી.