મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 18 ડિસેમ્બર 2021 (10:08 IST)

Cold Wave In Gujarat - કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં કોલ્ડ વેવની અસર જોવા મળશે

, 10 ડિગ્રીથી ઓછું તાપમાન રહેવાની શક્યતાઓ 
કેશોદ, રાજકોટ,અમરેલીમાં ડિગ્રી તાપમાન થતાં લોકો ઠુંઠવાયા
 
ગુજરાતમાં હવે શીતલહેર શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ કોલ્ડવેવની આગાહી કરી છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કોલ્ડવેવની અસર જોવા મળશે. તે ઉપરાંત બનાસકાંઠા, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ જિલ્લામાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન રહેશે. ગઈકાલે રાતથી જ અમદાવાદ સહિતના વિસ્તારોમાં ઠંડા પવનો શરૂ થયાં હતાં. આજે સવારે પણ ઠંડા પવનોને કારણે કોલ્ડવેવની અસર વર્તાઈ હતી. વાતાવરણમાં પલટો આવવાને કારણે સવારના વાતાવરણમાં ધુમ્મસ જોવા મળ્યું હતું. 
 
ત્રણ દિવસ સુધી હાડ થીજાવતી ઠંડી પડશે
હવામાન વિભાગે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છમાં નલિયા, કંડલા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ કોલ્ડવેવ રહેશે. ઉત્તર ગુજરાતમાં 18 ડિસેમ્બર સુધી કોલ્ડવેવ રહેશે. 10 ડીગ્રી તાપમાન કોલ્ડવેવમાં રહે છે. નલિયામાં હાલમાં 5 ડીગ્રી તાપમાન છે. બાદમાં બે દિવસ નલિયામાં 6 ડીગ્રી તાપમાન રહેશે. હાલ અમદાવાદમાં 12 ડીગ્રી તાપમાન છે. તો આવતીકાલે 11 થી 10 ડીગ્રી તાપમાન રહેશે.ગાંધીનગરમાં પણ હવામાન વિભાગે કોલ્ડવેવની આગાહી કરી છે. તો બનાસકાંઠા અને ગાંધીનગર કોલ્ડવેવ રહેશે. ત્રણ દિવસ સુધી હાડ થીજાવતી ઠંડી પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.
 
આગામી 48 કલાકમાં કોલ્ડવેવ શરૂ થશે
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં કોલ્ડવેવ શરૂ થશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં લઘુતમ તાપમાન 2થી 3 ડીગ્રી ઘટશે. અમદાવાદમાં શુક્રવારે 11.7 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. જે સામાન્ય કરતા -2 ડિગ્રી ઓછું હતું. જેના કારણે શહેરમાં શીતલહેરનો અનુભવ શહેરીજનોને થયો હતો. મહતમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. જે સામાન્ય કરતા -4 ડિગ્રી ઓછું હોવાથી દિવસે પણ લોકોએ ઠંડક અનુભવી હતી.  આગામી ચારેક દિવસ સુધી લધુતમ તાપમાન 11 થી 12 ડિગ્રી રહેશે. આમ શહેરમાં શિયાળો જામ્યો હોય તેવો માહોલ જોવા મળશે. 
 
રાત્રે સૌરાષ્ટ્રના રાજમાર્ગો સુમસામ થવા માંડ્યાં
સૌરાષ્ટ્રમાં શુક્રવારે સીઝનની સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી અને લોકો તેમજ પશુપંખીઓ પણ  કાતિલ ઠંડીમાં ઠુઠવાયા હતા. હવામાન વિભાગે હજુ શનિવાર અને રવિવાર બે દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં કોલ્ડ વેવની આગાહી કરી છે. ખાસ કરીને કચ્છ ઉપરાંત રાજ્યમાં રાજકોટ,પોરબંદર, જુનાગઢ, ગાંધીનગર અને બનાસકાંઠા એ પાંચ જિલ્લાઓમાં વધુ ઠંડી સાથે કોલ્ડવેવ જારી રહેવા આગાહી કરાઈ છે. તીવ્ર ઠંડીના પગલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના રાજમાર્ગો રાત્રિના સૂમસામ થવા લાગ્યા છે.