રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 31 ઑક્ટોબર 2019 (17:40 IST)

દારૂ સામે જંગ: ગુજરાતના આ ગામમાં સુંઘી-સુંઘીને શોધી રહ્યાં છે વરરાજા

લગ્ન પહેલા છોકરીના પરિવાર તરફથી 25 લોકોનું એક ગ્રુપ વરરાજા અને તેના પરિવારના લોકોના શ્વાસ સુંઘે છે. જો તેમાંથી કોઇ પણ દારૂ પીધો હયો છે તો લગ્નની વિધી રોકી દેવામાં આવે છે અને છોકરાના પરિવારજનો પાસથી વળતર વસૂલવામાં આવે છે. દારૂના સેવન પર રોક લગાવવા માટે ગુજરાતના ગાંધીનગરના પિયાજ ગામના લોકોએ આ અનોખી રીત શોધી કાઢી છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પિયાજ ગામમાં કોઇ પણ છોકરીના લગ્ન નક્કી થયા તે પહેલા તેના પરિવારના 25 લોકોનું એક ગ્રુપ વરરાજા, તેના પિતા અને પરિવારના લોકોનો શ્વાસનું પરિક્ષણ કરે છે. આ ઉપરાંત આ પ્રક્રિયા લગ્નના દિવસે વરરાજાના પરિવાર તથા વરઘોડાની સાથે પણ અપનાવવામાં આવે છે. જો પરિવાર અથવા વરઘોડામાંથી કોઇ પણ વ્યક્તિ શ્વાસ પરિક્ષણમાં નાપાસ થાય છે તો લગ્ન ત્યાંજ રોકવામાં આવે છે.
 
લગ્ન તુટવા પર આપવું પડશે વળતર
એટલું જ નહીં, લગ્ન તુટ્યા પછી છોકરાના પરિવારના લોકો છોકરીના પરિવારને એક લાખ રૂપિયાનું વળતર આપવું પડે છે. ગામમાં આ પરંપરા 4 વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી. તેની શરૂઆતથી પહેલા ગામના 20 વર્ષથી ઓછી ઉંમરના 15 યુવકોનું દારૂ પીવાના કારણે મોત થયું હતું. આ નિયમને લાગુ કરનાર સરપંચ રમેશજી ઠાકોરે જણાવ્યું હતું કે, તેમણે ઘણા કિસ્સાઓમાં જોયું છે કે, પતિને દારૂની લત હોવાના કારણે મહિલાઓની જીવન બરબાદ થઇ જાય છે.
 
ગ્રામજનોએ લગ્ન પહેલા વરરાજા અને તેના પરિવારની સંપૂર્ણ રીતે તપાસ કરવાનો નિર્ણય કર્યો છે. તેણે કહ્યું કે, આ નયમની મદદથી તેમના ગામમાં દારૂના કારણે આવતો ખતરો ઘણો ઓછો થઇ ગયો છે. ગામમાં ઘણા એવા કિશોર હતા, જેમની યુવાવસ્થા આવવાથી પહેલા જ દારૂ પીવના કારણે મોત થયું હતું.
 
પોલીસથી માગી મદદ
આ મામલે ઘણી વખત પોલીસની મદદ માગવામાં આવી પરંતુ પોલીસકર્મી દારોડા પાડે તે પહેલા જ દારૂનો અડ્ડો ચલાવના દુકાન બંધ કરીને ફરાર થઇ જતા હતા.