શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 3 જૂન 2020 (10:15 IST)

Cyclone Nisarga Live Updates: મુંબઈની નિકટ આવી રહ્યુ છે વાવાઝોડુ, ગુજરાત સહિત 4 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના

- મંત્રી  ડો.હર્ષ વર્ધનએ કહ્યું કે,  કુદરતી વાવાઝોડું ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે. સવારે 5:30 વાગ્યે તે અલીબાગથી 165 કિલોમીટર અને મુંબઇથી 215 કિલોમીટર દૂર હતુ . મંત્રીએ લોકોને તેમના ઘરોમાં રહેવાની સલાહ આપી. તેમણે કહ્યું કે માછીમારોએ દરિયા તરફ ન જાય . સાથે જ આગામી કેટલાક  કલાકોમાં કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.
- મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વાવાઝોડાને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ પણ તૈયાર થઈ ગઈ છે.  બંને રાજ્યોમાં એનડીઆરએફની 33 ટીમો તૈનાત કરવામાં આવી છે. એકલા મહારાષ્ટ્રમાં તોફાનનો સામનો કરવા માટે 20 ટીમો તૈનાત કરવામાં આવી છે.
નિસર્ગ વાવાઝોડું મહારાષ્ટ્રના અલીબાગ તરફ ઝડપથી આગળ વધી રહ્યુ છે. તેથી હાલ ગુજરાત પર આ ચક્રવાતનું જોખમ નથી, પરંતુ  દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેનો પ્રભાવ જોઇ શકાય છે. અહીં ભારે વાવાઝોડા અને ભારે વરસાદની આગાહી છે. રાજ્યના હવામાન કેન્દ્રના નિયામક જયંત સરકારે માહિતી આપી હતી કે આગાહી મુજબ ચક્રવાત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પસાર થશે નહીં.
 
ચક્રવાત નિસર્ગ જમીન પર ટકરાતા પહેલા ગુજરાત રાહત કમિશનરે મંગળવારે કહ્યું હતું કે રાજ્ય ઝીરો અકસ્માત લક્ષ્ય સાથે ચક્રવાતનો સામનો કરવા તૈયાર છે. વહીવટીતંત્રે દક્ષિણ ગુજરાતમાં આશરે 80,૦૦૦ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની શરૂઆત કરી છે.
નિસર્ગ’ વાવાઝોડાની અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. મુંબઈમાં કાંદીવલીમાં વરસાદ વરસ્યો છે, સાથે જ મલાડમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. વાવાઝોડાના પગલે આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.