રવિવાર, 2 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 3 ફેબ્રુઆરી 2021 (11:24 IST)

અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ રિક્ષા ચાલકને ટીકિટ આપી

local body election
રાજ્યમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણી આગામી 21 ફેબ્રુઆરીએ યોજાનાર છે. ત્યારે રાજકિય પક્ષોમાં ઉમેદવારોની પસંદગીની મેરેથોન બેઠકો યોજાઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી સક્રિય થતાં અમદાવાદના રખિયાલ-સરસપુર વોર્ડમાં એક રિક્ષાચાલક મુનવર હુસૈન શેખને ટીકિટ આપવામાં આવી છે. આ અંગે મુનવર હુસૈન શેખે જણાવ્યું કે હું 2015 માં આ પાર્ટી સાથે જોડાયો હતો. ત્યારબાદ આમ આદમી પાર્ટીના દિલ્હી મોડેલને જોઈને ખૂબ જ પ્રભાવિત થયો છું. જેમાં પાણી,વીજળી અને આરોગ્ય જેવી પાયાની સવલતો આ દિલ્હી મોડેલમાં મેં જોઈ છે. અહીંયાની સ્થાનિક સમસ્યા ને 5 વર્ષ થઈ ગયા પણ કોઈ નિકાલ નથી. રજુઆત કરીને થાકી ગયા પણ કોઈ સાંભળતું નથી. જેથી હું માનું છું કે આમ આદમી પાર્ટીની સાફ રાજનીતિ ગુજરાતમાં રંગ લાવશે અને દિલ્હીની જેમ અહીંયા પણ અમે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવીશું.આમ આદમી પાર્ટી એ જયારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે તેમના ઉમેદવાર નું લિસ્ટ જાહેર કર્યું ત્યારે તેમના કાર્યકર સાથે સ્થાનિકો ને ઉમેદવાર વિશે કાઈ માહિતી આપવી હોય તે માટે પાર્ટી એ ઈમેલ આઈડી પણ જાહેર કર્યું હતું. જેથી તેઓ તેમના ઉમેદવાર અંગે કોઈ ખામી જણાય તો તેને બદલી શકે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી આગામી 21 ફેબ્રુઆરી મહિનામાં યોજાવાની છે ત્યારે આ ચૂંટણીમાં સૌથી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતમાં કોર્પોરેશન અને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ઉમેદવારોનું પહેલું લિસ્ટ આમ આદમી પાર્ટીના દિલ્હીના ધારાસભ્ય આતિશીજી દ્વારા  અમદાવાદમાં જાહેર કરવામાં આવ્યું હતું. સુરત, ડેડીયાપાડા, નર્મદા, મોરબી, જામનગર, પાટણ, રાજકોટ શહેર, રાજકોટ જિલ્લાના કુલ 504 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતાં. ઉમેદવારોના જાહેર કરાયેલા લિસ્ટમાં 31 ટકા મહિલા ઉમેદવારો સામેલ હતાં.