ગરીબ કી થાલી મેં ફાફડા-ગાંઠીયા આયા હૈ, લગતા હૈ શહેર મેં ચુનાવ આયા હૈ
ચૂંટણી આવતા જ તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવામાં લાગી જાય છે. મતદારો પોતાને મત આપે તે માટે રીતસરની સ્પર્ધા જામે છે. કયો નેતા ચઢિયાતુ કરે છે તેની મતદારોમાં ચર્ચા થતી હોય છે. દરેક ઉમેદવારના પંડાલમાં રસોડા શરૂ થઈ જતા હોય છે. રોજના હજારેક માણસોનો જમણવાર થતો હોય છે.
રાજકોટમાં મતદાતાને રીઝવવા ત્રણેય પક્ષ મેદાને આવ્યા છે. અલગ અલગ પક્ષ દ્વારા અલગ અલગ જમણવારના કાર્યક્રમ સામે આવ્યા છે. ભાજપ, કોગ્રેસ, AAP દ્વારા જમણવાર કરાઇ રહ્યા છે. શેરીઓ અને સોસાયટીઓમાં રાતે લોકોના રસોડા બંધ કરી દેવામાં આવ્યા છે. લોકોને રિઝવવા પક્ષો રસોડા કાર્યક્રમ કરી રહ્યા છે.
પરંતુ આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કોરોનાકાળમાં આવી છે. આવામાં વોટ માંગવા નીકળેલા નેતાઓ કોરોના અને તેની ગાઈડલાઈનને ભૂલી ગયા હોય તેવું લાગે છે. લોકો ભજિયાં, ગાંઠિયા, ચાપડી-શાકની જિયાફત ઉડાવવા માટે પડાપડી કરતા નજરે પડ્યા હતા. લોકો રસ્તા પર બેસી જમી રહ્યા હતા.
રાજકોટમાં ચૂંટણી આવતાની સાથે જ જમણવાર અને નાસ્તા પાર્ટી શરૂ થઈ ગઈ છે. રાજકોટમાં ભજીયા પાર્ટીઓ શરૂ થઈ છે. શહેરના રાજકીય પક્ષો ભજીયા પાર્ટી કરીને મતદારોને રીઝવી રહ્યા છે. લોકો ભજિયાં, ગાંઠિયા, ચાપડી-શાકની જિયાફત ઉડાવવા માટે પડાપડી કરતા નજરે પડ્યા હતા. લોકો રસ્તા પર બેસી જમી રહ્યા હતા.
જેમાં કોરોનાની ગાઇડલાઇનનું સરેઆમ ઉલ્લંધન જોવા મળ્યું હતું. સાથે જ ચૂંટણી પંચની ગાઇડલાઇનનું પણ ઉલ્લંધન જોવા મળ્યું. રાજકોટમાં મતદારોને રીઝવવા ઠેરઠેર રસોડા શરૂ થયા છે. જ્યાં મફતમાં જમવા લોકોના ટોળેટોળા ઉમટી રહ્યાં છે. આવામાં કોરોના ફરી વકરે તેવી શક્યતા છે. રાજકીય પક્ષો કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય એવી ચર્ચા ઊઠી હતી. જમણવારમાં મોટાભાગના લોકો માસ્ક વગર જ જોવા મળ્યા છે.
રાજકીય પક્ષો દલા તરવાડીની જેમ કરી રહ્યાં છે. જાતે જ નિયમો બનાવે છે, અને જાતે જ તેનું ઉલ્લંઘન કરે છે. જ્યારે વાત પક્ષના કાર્યક્રમોની આવે ત્યારે બધા નિયમો નેવે મૂકાઈ જાય છે. તેની જગ્યાએ કોઈ સામાન્ય માણસો હોય તો પ્રશાસન પણ કાર્યક્રમો બંધ કરતા ખચકાતી નથી.