મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 27 માર્ચ 2020 (13:48 IST)

ગુજરાતની 4 ખાનગી લેબને કોરોના સંક્રમણ ટેસ્ટ કરવાની માન્યતા અપાઈ

ગુજરાતમાં કોરોના વાઈરસની ઝપેટમાં 44 લોકો આવ્યા છે અને 3 લોકોના કોરોનાના કારણે મોત નીપજ્યાં છે. જોકે રાહતના સમાચાર એ પણ છેકે છેલ્લા 12 કલાકથી રાજ્યમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં કોરોના સંક્રમણની ઝપેટથી લોકોને બચાવવા માટે મેડિકલ સેવાઓમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. આ માટે દેશભરમાં 35 જેટલી ખાનગી લેબોને કોરોના સક્રમણ ટેસ્ટ કરવાની મંજૂરી આપી છે. જેમાં4 લેબ ગુજરાતની પણ છે.
1) નિપેથ સ્પેશિયાલિટી લેબોરેટરી લિ., અમદાવાદ
2) સુપ્રાટેક માઇક્રોપૈથ લેબ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પ્રા.લિ., અમદાવાદ
3) એસ.એન.જનરલ લેબ પ્રા.લિ., સુરત
4) પેંગેનોમિક્સ ઇન્ટરનેશનલ પ્રા.લિ., અમદાવાદ