ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 4 જૂન 2018 (12:10 IST)

લોકસભાની ચૂંટણીમાં ૨૬ બેઠકો જાળવી રાખવા ભાજપની કવાયત, ૧૦ બેઠકોનું નુકસાન થવાનો ભાજપને ડર

લોકસભાની ચૂંટણીને આડે હજુ એકાદ વર્ષની વાર છે ત્યારે ગુજરાતમાં ભાજપે અત્યારથી ચૂંટણીલક્ષી તૈયારીઓ શરુ કરી દીધી છે. રવિવારે કમલમમાં ભાજપના નેતા-સાંસદોએ લોકસભાની ચૂંટણીમાં ૨૬ બેઠકો જાળવી રાખવા ચર્ચા કરી હતી. જોકે, પેટ્રોલ-ડિઝલનો ભાવવધારો, મોંઘવારી સહિત અનેક સમસ્યાથી લોકો રોષે ભરાયેલાં છે ત્યારે કયા મુદ્દે પ્રજા સમક્ષ જવુ તેની મથામણ કરવામાં આવી હતી. આ વખતે વિધાનસભામાં કોંગ્રેસનુ સંખ્યાબળ વધ્યુ છે. આ ઉપરાંત એન્ટીઇન્કમ્બ્સીને પગલે ભાજપને લોકસભાની ચૂંટણીમાં માર પડે તેવી શક્યતા રાજકીય પંડિતો જોઇ રહ્યા છે. આ વખતે ભાજપને ૧૦ બેઠકો ગુમાવવી પડે તેવી ભીતિ સતાવી રહી છે. કમલમમાં મળેલી બેઠકમાં ભાજપના નેતા,સાંસદોની બેઠકમાં એવુ નક્કી કરાયુ હતું કે, મોદી સરકારના ચાર વર્ષ પૂર્ણ થયા છે ત્યારે એનડીએ સરકારની સિધ્ધીઓ પ્રજા સુધી પહોંચાડવી.આ ઉપરાંત રુપાણી સરકારની સફળ યોજનાઓનો પણ ભરપૂર પ્રચાર કરવો. ભાજપને એ ચિંતા પેઠી છેકે, સૌરાષ્ટ્રમાં ભાજપનું ધોવાણ થયુ છે. અત્યારથી રાજકીય પરિસ્થિતી જોતાં દલિતો, પાટીદારો ,ખેડૂતો સરકાર સામે મોરચો માંડીને બેઠા છે. ઘણાં મુદ્દાઓ ઉકેલવમાં મોદી સરકાર-રુપાણી સરકાર નિષ્ફળ નિવડી છે. આ સ્થિતીમાં ભાજપે મનોમંથન શરુ કર્યુ છે. ભાજપના નેતાઓ પણ પૂછતા થયાં છેકે, કયા મુદ્દે લોકો સમક્ષ જવુ જોઇએ. લોકોના પણ શુ પ્રતિભાવ છે તે જાણવુ જોઇઇ. આમ,લોકસભાની બેઠકો જાળવવા કવાયત શરુ કરાઇ છે.