ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 3 નવેમ્બર 2018 (12:45 IST)

દાહોદમાં શાળાના આચાર્ય અને શિક્ષિકા વચ્ચેના પ્રેમાલાપનો વિડિયો વાયરલ થતાં ચકચાર

શાળામાં પ્રેમી યુગલ વચ્ચેની પ્રેમલીલાના વાયરલ થયેલી વિડીયો ક્લિપે દાહોદ પંથકમાં ભારે હોબાળો મચાવ્યો છે. પ્રેમી યુગલ શાળાના આચાર્ય અને શિક્ષિકા વચ્ચેની પ્રેમલીલા હોવાનું માનવામાં આવી રહ્યુ છે. દાહોદ જિલ્લાના જ સંજેલી તાલુકાની એક શાળાના જ આ બંન્ન શિક્ષકો છે.  અલબત્ત, આ ગામના આગેવાનનો દ્વારા થોડા સમય અગાઉ જ જિલ્લા શિક્ષણાધિકારીને આચાર્ય અને શિક્ષિકાની પ્રેમલીલાની કરતૂતોથી વાકેફ કર્યા હતા. 

વાયરલ થયેલી વિડીયો ક્લિપ મુજબ શિક્ષિકા અને આચાર્ય વચ્ચેની પ્રેમલીલી શાળાના એક ઓરડામાં જ થઇ રહી છે. શિક્ષણ જગત માટે કલંકરૂપ સમાન આ ઘટનાની આ વિસ્તારમાં ભારે ચર્ચાઓ થઇ રહી છે.  વિડીયો ક્લિપ બહાર આવતાં આ બંન્ને શિક્ષકો સંજેલી તાલુકાની એક શાળાના જ હોવાનું મનાય છે. થોડા સમય અગાઉ સંજેલી તાલુકાના આવેલી ભામણ પ્રાથમિક શાળામાં સરકારી ગ્રાન્ટનો બારોબાર વહીવટ થતો હોવાનો પણ હોબાળો મચ્યો હતો. શાળાની સ્વચ્છતાની ગ્રાન્ટમાં ખોટા બીલો બનાવવામાં આવ્યા હોવાની વિગતો પણ બહાર આવી હતી. 

તેમાં સ્થાનિક વિદ્યાર્થીઓની પાસે શૌચાલયની સાફ સફાઇ કરાવવામાં આવતી હોવાના ગામના આગેવાનોએ આક્ષેપ કરી રહ્યા છે. આ વિસ્તારના આગેવાનોએ દસ વિવિધ મુદ્દાઓને સાથે જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત પણ કરી હોવાનું કહેવાય છે. અલબત્ત, આ ક્લિપ બાબતે પણ આ વિસ્તારમાં જ ભારે ચર્ચાનો વિષય રહ્યો છે.