શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 16 માર્ચ 2017 (12:06 IST)

પરીક્ષામાં પાસ કરાવી દેશે આ ચમત્કારી પેન, વેચાય રહ્યુ છે મંદિરમાં

પરીક્ષામાં સારા નંબર લાવવાતો દૂર કેટલક વિદ્યાર્થીઓને પાસ થવા માટે પણ ઘણી મહેનત કરવી પડે છે. આવામાં વિદ્યાર્થીઓના મનમા અનેકવાર એવો વિચાર આવે છે કે કાશ કોઈ જાદૂની છડી મળી જાય. આવા વિદ્યાર્થીઓને પાસ કરાવવા માટે ગુજરાતના પંચમહાલ જીલ્લામાં એક મંદિરમાં વિચિત્ર દાવો કરવામાં આવી રહ્યો છે. 
 
અહી એક ચમત્કારી પેનની જાહેરાત કરવામાં આવી રહી છે. જે વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા અપાવશે. ગુજરાતી ભાષામાં છપાયેલ આ પરબડીયામાં હનુમાન સેવક જેને દુષ્યંત બાપુજી કહે છે તેઓ દાવો કરી રહ્યા છે કે હનુમાન સરસ્વતી યજ્ઞ પછી આ પેનમાં અલૌકિક ક્ષમતા આવી ગઈ છે. 
આ પેનની કિમંત 1900 રૂપિયા બતાવાય રહી છે પણ તેમા લખ્યુ છે કે જો વિદ્યાર્થી પરીક્ષામાં ફેલ થઈ ગયો તો તેને પૂરા પૈસા પરત મળશે.  રસપ્રદ વાત તો એ છે કે ગ્રાહકોએ કેટલીક માહિતી આપવાની હોય છે. જેમા તેમનો મોબાઈલ નંબર, પરીક્ષાની રસીદ, હોલ ટિકિટની એક ફોટોકોપી અને સ્કૂલ કે કોલેજનુ આઈડીનો સમાવેશ છે. 
 
આ વિચિત્ર પ્રોડક્ટને લઈને સોશિયલ મીડિયામાં ટ્વીટ્સનુ મોજુ ફરી વળ્યુ છે.