શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By

ગુજરાતીઓની ઉતરાણ મોંઘી બનશે ભાવમાં 10થી 15 ટકાનો વધારો

ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે, તેમ છતાં માર્કેટમાં તેજી જોવા મળતી નથી. પતંગ અને દોરીના ભાવમાં વધારો થયો છે. જોકે ગત વર્ષ કરતાં આ વખતે પતંગદોરીના ભાવમાં વધારો થયો છે. વેપારીઓ પણ ગ્રાહકની રાહ જોઈએ બેસી રહ્યા છે કારણ કે ઘરાકી નથી. ત્યારે પતંગના વેપારીએ જણાવ્યુ હતુ કે મોંઘવારી મોટી આફત બની છે ઘરાકી જ નથી.પતંગ હોય કે દોરી કે પછી ફિરકી બધામાં 10 થી 15 ટકાનો ભાવમાં વધારો થયો છે.  ચાલુ વર્ષે પતંગમા બાળકોને આકર્ષે તેવા પતંગ માર્કેટમાં વધુ આવ્યા છે.ખાસ કરીને પતંગ જોધપુરમા બંને છે.રૂટીન તો પતંગો છે પરંતુ ચાલુ વર્ષે કપડામાંથી બનતા પતંગો આવ્યા છે.  મોંઘવારી પતંગમાં પણ જોવા મળી રહી છે.મોંઘવારીએ તહેવારોની મજા બગાડી છે, કારણ કે તમામ તહેવારોમાં જરૂરી વસ્તુઓ મોંઘી હોય છે. જેના કારણે તહેવારો નજીક આવે અને માહોલ બને છે તે આજે માહોલ રહ્યો નથી. પરંતુ વેપારીઓને આશા છે કે છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે અમદાવાદીઓ ઉમટી પડશે, કારણ કે અમદાવાદનો સૌથી પ્રિય પર્વ ઉત્તરાયણ છે અને ઉત્તરાયણમાં તો બહાર રહેતા લોકો પણ અમદાવાદ આવે છે અને પતંગ ચગાવીને ઉત્તરાયણનો આનંદ લે છે.