સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 31 ડિસેમ્બર 2021 (12:33 IST)

કોરોનાના કેસ વધતા કેસ વચ્ચે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલનો ભવ્ય રોડ શો

કોરોનાએ ત્રીજી વખત માથુ ઉચક્યુ છે એવામાં ઘોડેસવાર, વિન્ટેજ કાર, બેન્ડવાજા સાથે મુખ્યમંત્રીનો જાજરમાન રોડ શો શરૂ થયો છે. રાજકોટ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનું એરપોર્ટ પર કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. રજવાડી ઠાઠથી મહારાજાના સ્વાગત જેવો ભપકો કરવામાં આવ્યો છે. ત્યારે પ્રજા તો ઠીક, ભાજપના જ એક વર્ગમાં આ પ્રકારના અતિરેક સામે ગણગણાટ શરૂ થયો છે.  રોડ શોમાં ભૂપેન્દ્ર પટેલ અને પાટીલ ખુલ્લી જીપમાં સવાર થયા છે અને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. જીપ ફરતે પોલીસ ચોકીદાર બનીને આગળ વધી રહી છે. આ રોડ શો બાદ કોરોના વિસ્ફોટ થાય એવાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. રોડ શો દોઢ કિમી લાંબો છે, જેમાં મુખ્યમંત્રીની સાથે 100 ગાડીનો કાફલો જોવા મળી રહ્યો છે. તેમજ 1000 બાઇકચાલકો પણ જોડાયા છે.





 પ્રજાને માસ્ક પહેરવા માટે કહેનારા અને માસ્ક ન પહેર્યો હોય તો હજારો રૂપિયાનો દંડ વસૂલનારી સરકાર આજે કોરોનાના તમામ નિયમો જ નહી કોરોનાને જ કદાચ ભૂલી ગઈ. એરપોર્ટ પર મુખ્યમંત્રીને આવકારવા ભાજપના નેતાઓ અને કાર્યકરોના હજારોની સંખ્યામાં ટોળાં ઊમટ્યાં હતાં અને તમામ નીતિ-નિયમો નેવે મૂક્યાં છે. સોશિયલ ડિસ્ટન્સ તો દૂર, કાર્યકરો માસ્ક વગર ફરતા જોવા મળ્યા હતા. રોડ શોમાં લોકોએ મુખ્યમંત્રી પર ફૂલની પાંખડીઓનો વરસાદ કરી રહ્યા છે. તેમજ ઠેર ઠેર સામાજિક સંસ્થાઓ અને ભાજપના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે.