શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 23 ઑક્ટોબર 2021 (15:43 IST)

ડ્રગ્સ બાદ ગાંજાનો કારોબાર, ઇલેક્ટ્રિકની આડમાં ગાંજાની હેરાફેરી

રાજકોટમાં માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણ કરનાર ઉપર દરોડા પાડવા પોલીસ એક્શનમાં આવી છે. એન.ડી.પી.એસ. ડ્રાઇવ અન્વયે 56 હજારની કિંમતના ગાંજાના જથ્થા સાથે બોટાદના ગઢડાના વતની ઇલેક્ટ્રિકનું કામ કરતા અને તેની આડમાં ગાંજાની હેરાફેરી કરતા શખ્સને તાલુકા પોલીસે ઝડપી લીધો છે. બીજી તરફ જસદણના કોઠી ગામમાં કપાસના પાકમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કરતા શખસની ધરપકડ કરવામાં આવી છે.
 
રાજકોટ તાલુકા પોલીસે બાતમીના આધારે જિલ્લા બહારથી આવી એક શખસ માદક પ્રદાર્થનું વેચાણ કરતો હોય વોચ ગોઠવી હતી. આવા માદક પદાર્થ વેચાણવાળી જગ્યાની ખાનગી રાહે હકિકત મેળવી પ્રદ્યુમનગ્રીન સિટી બિલ્ડીંગની પાછળ કબુતરી કલરના રેકજીનના થેલા સાથે માદક પ્રદાર્થ ગાંજાનો જથ્થો 8 કિલો સાથે ઇલેક્ટ્રિક કામ કરતા બોટાદ જિલ્લાના સ્વામીના ગઢડા ખાતે રહેતા યુનુસભાઇ બહાદુરભાઇ સુમરાને પકડી લઇ 56,000ની કિંમતનો 8 કિલો ગાંજો કબ્જે કર્યો હતો