સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 23 ઑક્ટોબર 2021 (15:22 IST)

Rajkot Tripal Accident - ત્રિપલ અકસ્માતમાં એકનું મોત, કાર બેગ ખુલી જતા કાર ચાલકનો આબાદ બચાવ

રાજકોટમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી જેમાં એક વ્યક્તનું મોત નિપજ્યું હતું, જ્યારે ચાર જેટલા લોકોને ગંભીર ઈજા થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. નવા રિંગરોડ પર મોડી રાત્રે બંધ પડેલા આયસરને ઓવરટેક કરવા જતા કાર ચાલકનો અકસ્માત સર્જાયો હતો જો કે લક્ઝરી કારની એરબેગ ખુલી જતા કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. 
 
આ ઘટનામાં રોડ પર બાઈક લઈને આવેલા યુવકનું અડફેટે આવતા તેનું મોત નિપજ્યું હતું, મહત્વનું છે કે કાર ચાલક પુરપાટ ઝડપે આવી રહ્યો હતો ત્યારે રોડ પર પાર્ક કરેલા આયસરમાં કાર ચાલક ઘૂસી ગયો હતો જોકે કાર ચાલકની એરબેગ ખુલી જતા તેનો આબાદ બચાવ થયો હતો જ્યારે આયસર ચાલક બોલાવેલા બાઈક ચાલકનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું