સુરેન્દ્રનગરમાં સામુહિક આપઘાત, માતા-પિતા અને દીકરીએ કેનાલમાં ઝંપલાવ્યું
આજે અગમ્ય કારણોથી સુરેન્દ્રનગરમાં એક જ પરિવારના 3 સભ્યોએ સામુહિક આપઘાત કરી જીવન ટુકાવતાં હાહાકાર મચી જવા પામ્યો હતો. મળતી માહિતી પ્રમાણે એક જ પરિવારના 3 સભ્યોએ કેનાલમા કુદીને જીવન ટુંકાવ્યુ હોવાના સમાચારથી ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે આ મામલે હાલમાં વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાં એક જ પરિવારનાં 3 સભ્યોએ સામુહિક આપઘાત કર્યો છે. જેમા આજે વહેલી સવારે માતા-પિતા અને દીકરીએ કેનાલમાં ઝંપલાવ્યુ હતું. આ અંગે સ્થાનિક લોકોને જાણ થતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.જેથી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. અને પોલીસને જાણ કરતા પોલીસ પણ આવી પહોચી હતી. દુધરેજ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક આવી પહોચી હતી જેથી કેનાલમાથી ત્રણેય સભ્યોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે હજુ આત્મહત્યાનુ કારણ જાણી શકાયુ નથી. પોલીસે હાલમાં તેમના આડોશી પાડોશીઓની પુછપરછ કરી છે. તેમજ મૃતકોના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા. અને વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી હતી.