બુધવાર, 1 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 18 જાન્યુઆરી 2021 (15:48 IST)

મેટ્રીમોનિયલ સાઇટ પર અલગ અલગ પ્રોફાઈલ બનાવી 50 જેટલી યુવતીઓને ફસાવનાર ભેજાબાજ ઝડપાયો

matrimonial site
સમગ્ર વિશ્વમાં આજે ઓનલાઇન કામ શરૂ થઈ ગયા છે .ત્યારે હવે યુવતીઓ પણ પોતાના મનનો માણીગર શોધવા ઓનલાઇન પદ્ધતિ અપનાવી રહી છે.યુવતીઓ પોતાના ભાવિ પતિની આવક લાખોમાં હોય પોતે ફાકડું અંગ્રેજી બોલતો હોય અને પોતાની સ્ટાઈલથી ભલભલાને અજાવી દે તેવો આગ્રહ રાખે છે.આ બધી વાતની જાણ કેટલાક ભેજાબાજ લોકોને પણ હોય છે.અને તેઓ આવી યુવતીઓને ફસાવવા પોતાની ફેક પ્રોફાઈલ મેટ્રોમોનિયલ સાઇટ પર મૂકે છે.આવા એક ભેજાબજે સમગ્ર દેશમાંથી એક નહિ પણ 50 યુવતીઓને ફસાવી તેમનો પહેલા આર્થિક અને બાદમાં શારીરિક ઉપયોગ કરી ફરાર થઈ જતો હતો.અમદાવાદ સાયબર ક્રાઇમે આવા એક ભેજાબાજને પકડીને તેને સામે કાર્યવાહી કરી છે.
અમદાવાદ સાયબર ક્રાઇમસેલને માહિતી મળી હતી કે અમદાવાદની એક 28 વર્ષીય યુવતીને એક યુવકે મેટ્રોમોનિયલ સાઇટ પર યુવકની પ્રોફાઈલ ચેક કરી હતી અને યુવકે પોતે ગૂગલ કંપનીમાં એચ આર મેનેજર છે અને વાર્ષિક 40 લાખ રૂપિયા પગાર છે .જેથી યુવતી તેં પ્રોફાઇલમાં ફસાઈ અને તેની સાથે સંપર્ક કર્યો હતો.યુવકે પોતાની મોડ્સ ઓપરેન્ડી પ્રમાણે તેની સાથે મોટી મોટી વાતો કરી જેથી યુવતી તેના કારસામાં ફસાઈ ગઈ હતી.
ત્યાર બાદ યુવકે યુવતી સાથે શારીરિક સબંધ બનાવ્યા અને આખરે તેના રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો.આ બધું જાણ થયા બાદ યુવતીએ પોલીસને આ વાતની જાણ કરીને પોતાના વતનમાં જતી રહી હતી.પરંતુ સાયબર ક્રાઇમ સેલના પીઆઈ આર જે ચૌધરીએ આ રેકેટને જાણવા માટે સપ્ટેબર મહિનાથી આ ભેજાબાજ યુવકની શોધ કરતી હતી પણ તે કપડાંની જેમ સીમકાર્ડ બદલતો હતો.આખરે આ શખ્સની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી.જેના આધારે પોલીસે તેને ઝડપી લીધો છે.
ચોંકાવનારી બાબત એવી છે  કે યુવકની પોલીસ કડક પૂછપરછ કરી રહી હતી ત્યારે પણ તેને છેક સુધી પોલીસને પોતાનું ખોટું નામ જ કહેતો રહ્યો હતો.પરતું ડોકયમેન્ટના આધારે આ યુબકનું નામ સદીપ શભૂનાથ મિશ્રા હોવાનું જાણવા મળ્યું છે.
સંદીપ મિશ્રાની તપાસ દરમિયાન અનેક બાબતો સામે આવી છે આ અંગે સાયબર ક્રાઇમના ડી સી પી  વસાવાએ જણાવ્યું હતું કે સંદીપ પોતે 10 ધોરણ પાસ છે અને અત્યાર સુધી 50 જેટલી યુવતીઓને અલગ અલગ વતો કરીને શારીરિક શોષણ કર્યું છે અને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા છે.ઘણા અન્ય રાજ્યોમાં ભોગ બનેલી યુવતીઓનો અમે સંપર્ક કરી રહ્યા છે પરંતુ તેઓ ખુલીને સામે આવી રહી નથી.