બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 સપ્ટેમ્બર 2021 (14:43 IST)

હવે વર્તમાન ધારાસભ્યોની ટિકિટ પણ જોખમમાં, પાર્ટીએ જે રાજ્યોમાં મુખ્યમંત્રી બદલ્યાં ત્યાં અપનાવાશે આ રીત

2022 ની ચૂંટણી માટે ગુજરાત તૈયાર થઈ રહ્યુ છે. ગુજરાત ભાજપના પ્રદેશ નેતાઓ હાઇકમાન્ડની સૂચના પ્રમાણે હવે ચૂંટણી મૂડમાં આવી ચૂક્યાં છે. પાર્ટીના સૂત્રો કહે છે કે રૂપાણી સરકારના જે મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યાં છે તે પૈકી માત્ર ૭૦ ટકાને પાર્ટી ટિકીટ નહીં આપે. સરકારમાં જે રીતે પરિવર્તન થયું છે તેવું પરિવર્તન વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે થઇ શકે છે.
 
માત્ર ગુજરાત જ નહીં, પાર્ટીએ જે રાજ્યોમાં મુખ્યમંત્રી બદલ્યા છે ત્યાં વર્તમાન ધારાસભ્યો પૈકી ૬૦ ટકાને ફરીથી ટિકીટ મળવાની શક્યતા ધૂંધળી બની છે. પાર્ટીના એક સિનિયર નેતાએ કહ્યું હતું કે ૨૦૨૨માં પંજાબ, મણીપુર, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, ગોવા, ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપની સરકારમાં જેમ મંત્રીઓ માટે રિપોર્ટ કાર્ડ છે તેવું રિપોર્ટ કાર્ડ ધારાસભ્યો માટે પણ લાગુ કરવામાં આવી રહ્યું છે.