શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 7 જુલાઈ 2021 (13:42 IST)

Modi Cabinet Reshuffle News : મોદીને મળનારા નવા મંત્રીની યાદી, પુરૂષોત્તમ રૂપાલાનુ વધી શકે છે કદ

પીએમ મોદી સરકારના આજે સાંજે થનારા શક્યત મંત્રીમંડળનો વિસ્તાર પહેલા જ રાજકારણ ગરમાયુ છે. પીએમ મોદીના રહેઠાણ પર મંત્રીમંડળમાં સામેલ થનારા શકયત નેતા પહોંચી ચુક્યા છે.  પીએમ રહેઠાણ પર પહોચનારાઓમાં ભાજપાથી જ્યોતિરાધિત્ય સિંઘિયા, સર્બાનંદ સોનોવાલ, સાંસદ સુનીતા દુગ્ગલ, ઉત્તરાખંડથી અજય ભટ્ટ, મહારાષ્ટ્રથી સાંસદ અને વરિષ્ઠ નેતા માનિકરાવ ગાવિતની પુત્રી હિના ગાવિત, ગોપીનથ મુંડેની પુત્રી પ્રીતમ મુંડે, પુરૂષોત્તમ રૂપાલા, સાંસદ કપિલ પાટિલ, અજય મિશ્રા અને નારાયણ રાણે સામેલ છે.  કિરીટ સોલંકી અને જુગલ ઠાકોરને પણ પ્રમોશમ મળશે 
 
આગામી ચૂંટણીઓ પર પડશે કેબિનેટ વિસ્તરણની અસર 
 
ગુજરાતના મંત્રી પરષોત્તમ રૂપાલાનું આજે મંત્રીમંડળમાં કદ વધી શકે છે. તે સિવાય પણ અનુરાગ ઠાકુર અને જી કિશન રેડ્ડીનું એમ કુલ 3 નેતાઓનું આજે મંત્રીમંડળમાં કદ વધી શકે છે. મંત્રી મંડળમાં પુરૂષોત્તમ રૂપાલાને પ્રમોશન આપવામાં આવી શકે છે. સાથેજ અનુરાગ ઠાકુરને રાજ્યમંત્રી તરીકે સ્વતંત્ર પ્રભાર આપવામાં આવશે. આગામી સમયમાં હિમાચલમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને અનુરાગ ઠાકુરને પ્રમોશન આપવામાં આવી શકે છે. 
 
ગુજરાતના આ બે નેતાઓને પણ મંત્રીમંડળમાં પ્રવેશ મળે તેવી ચર્ચા 
 
પીએમ મોદીના બીજા કાર્યકાળનો આ પહેલો મંત્રી પરિષદ વિસ્તાર થવાનો છે. ત્યારે ગુજરાતના 2 નેતાઓના નામ પણ નવા મંત્રી મંડળમાં ચર્ચામાં છે, જેમાં ગુજરાતમાંથી સાંસદ કિરીટ સોલંકી તથા સાંસદ જુગલ ઠાકોરનો સમાવેશ કરવામાં આવી શકે છે. તો સૂત્રો દ્વારા મળેલી જાણકારી પ્રમાણે, કિરીટ સોલંકી દિલ્હી પહોંચ્યા છે
 
પીએમને મળનારા નેતા 
જ્યોતિરાદિત્ય સિંધિયા
સર્વાનંદ સોનેવાલ
પુરુષોત્તમ રૂપાલા
નારાયણ રાણે
હિના ગેવિટ
પ્રીતમ મુંડે
કપિલ પાટીલ
સુનિતા દુગ્ગલ
શોભા કરંડલાજે
બી.એલ. વર્મા
અજય ભટ્ટ
અનિલ બાલુની
આરસીપી સિંઘ
પશુપતિ પારસ
અનુપ્રિયા પટેલ
મીનાક્ષી લેખી
અનુરાગ ઠાકુર
જી. કિશન રેડ્ડી