રવિવાર, 6 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 28 સપ્ટેમ્બર 2022 (10:00 IST)

મોદીજી બનશે અમદાવાદના મહેમાન, બહાર નિકળતાં પહેલાં વાંચી લેજો આ ન્યૂઝ, નહીતર ટ્રાફિકમાં ફસાઇ જશો

modi
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. 30મી સપ્ટેમ્બરે, સવારે 10:30 વાગ્યે, પ્રધાનમંત્રી ગાંધીનગર સ્ટેશન પર ગાંધીનગર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે અને ત્યાંથી કાલુપુર રેલવે સ્ટેશન સુધી ટ્રેનમાં મુસાફરી કરશે. સવારે લગભગ 11:30 વાગ્યે, પ્રધાનમંત્રી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટને લીલી ઝંડી આપશે અને કાલુપુર સ્ટેશનથી દૂરદર્શન કેન્દ્ર મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોની સવારી કરશે. બપોરે લગભગ 12 વાગ્યે પ્રધાનમંત્રી અમદાવાદમાં અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ખાતે જાહેર સમારંભમાં અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-1નું ઉદ્ઘાટન કરશે.
 
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં પ્રધાનમંત્રી 36મી રાષ્ટ્રીય રમતોત્સવની ઘોષણા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે, જેને પગલે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 29મી એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રધાનમંત્રી દ્વારા 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ધાટન કરવામાં આવનાર છે, જે કાર્યક્રમમાં અંદાજે 1.25 લાખ લોકો હાજર રહેવાના હોવાથી પાર્કિંગથી લઈને તમામ વ્યવસ્થાઓ કરાઈ છે. 
 
ટ્રાફિક ન થાય તે માટે પોલીસની 44 જેટલી ક્રેન રૂટ પર કાર્યરત રહેશે. કાર્યક્રમમાંથી મોડી રાત્રે ફરતી વખતે લોકોને હાલાકી ન પડે તે માટે દરેક ટ્રાફિક જંકશન પર બોડીવોર્ન કેમેરાથી સજ્જ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવશે.
 
ટ્રાફિક પોલીસ દ્વારા પ્રથમ વખત 5 જેટલા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં કોઈ પણ જગ્યાએ ટ્રાફિક સર્જાય તો તરત જ ડ્રોન કેમેરામાં દેખાય અને તે ટ્રાફિકને દૂર કરી શકાય. અમદાવાદમાં કુલ 30 હજાર કરતા વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં ખડે પગે હાજર રહેશે. 
 
બંધ રહેનારા રોડ અને વૈકલ્પિક રૂટ આ રૂટ બંધ રહેશે મોટેરા સ્ટેડિયમના મુખ્યગેટથી જનપથ, કૃપા રેસીડન્સીથી મોટેરા ટી (બપોરે 12 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી) વૈકલ્પિક રૂટ તપોવન સર્કલથી વિસત ટી, ઓએનજીસી ચારરસ્તાથી જનપથ ટી, પાવર હાઉસથી પ્રબોધરાવળ સર્કલ. આ રૂટ બંધ રહેશે અંધજન ચાર રસ્તાથી હેલ્મેટ ચાર રસ્તા સુધીનો માર્ગ (સાંજે 5 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી) વૈકલ્પિક રૂટ અંધજન મંડળ ચાર રસ્તા, પાંજરાપોળ, વિજય ચાર રસ્તા થઈ એઈસી તરફ જઈ શકાશે
 
આ રૂટ બંધ રહેશે 
સૂરધારા સર્કલ થઈ સાંઈબાબા ચાર રસ્તા થઈ એનએફડી સર્કલ સુધીનો માર્ગ
 
વૈકલ્પિક રૂટ 
સૂરધારા સર્કલ, સતાધાર ચાર રસ્તા, ભુયંગદેવ ચાર રસ્તા, હેલ્મેટ ચાર રસ્તા, અંધજન મંડળ,વસ્ત્રાપુર તળાવ, માનસી ચાર રસ્તા થઈ પકવાન ચાર રસ્તા તરફ જઈ શકાશે
 
આ રૂટ બંધ રહેશે 
થલતેજથી સાંઈબાબા ચાર સસ્તા થઈ હિમાલયા મોલ ટી સુધીનો રોડ બંધ રહેશે
 
વૈકલ્પિક રૂટ 
હેબતપુર ચાર રસ્તા, સતાધાર, ભૂયંગદેવ, મેમનગર, માનવ મંદિર, હેલમેટ ચાર રસ્તા તરફથી જઈ શકાશે
 
આ રૂટ બંધ રહેશે 
ગુરુદ્વારા ચાર રસ્તા, એનએફડી સર્કલ, સંજીવની હોસ્પિટલ સુધીનો માર્ગ બંધ
 
વૈકલ્પિક રૂટ
પકવાન ચાર રસ્તા, માનસી, વસ્ત્રાપુર તળાવ,અંધજન મંડળ તરફ અવર જવર કરી શકાશે