બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 23 મે 2017 (14:10 IST)

કંડલા પોર્ટનું નામ દિન દયાલ ઉપાધ્યાય પોર્ટ કરવા વડાપ્રધાનનું સુચન

ભારત સાથે ઈરાનના ચાહબાર બંદર સાથે કરાર થયો છે. આ ઈરાનના આ બંદરાથી કંડલા પોર્ટનો સીધો સંબંધ છે. ચાહબાર બંદરથી કંડલા પોર્ટનું જોડાણ થતાની સાથે કંડલા બંદર વિશ્વ વેપારમાં અંગદની જેમ પોતાનો પગ જમાવશે તેવી આશા ગાંધીધામ ખાતે આવેલા  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી હતી. તેઓએ ગાંધીધામ ખાતે  રૃા.૯૯૬ કરોડના પ્રોજેક્ટનું ખાતમુર્હુત કર્યા હતા. આ વર્ષે પંડિત દિન દયાલ ઉપાધ્યાયની ૧૦૦મી જન્મ જયંતિ ઉજવી રહી  ત્યારે વડાપ્રધાને કંડલા પોર્ટનું નામ દિન દયાલ ઉપાધ્યાય કંડલા પોર્ટ કરવા સુચન પણ કર્યું હતું. ગાંધીધામ સંકુલમાં ૩૩ વર્ષ બાદ દેશના પ્રાૃધાનમંત્રીએ કોઈ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

આ પ્રસંગે મોદીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક આૃર્થ વ્યવસૃથાની હરીફાઈમાં ભારતને આગળ વધવું હશે તો ઉત્તમ કક્ષાના બંદરો હોવા જરૃરી છે. કંડલા પોર્ટ  ટ્રસ્ટે એશિયામાં પોતાની વિશેષ જગ્યા બનાવી છે. કંડલા પોર્ટ માત્ર કચ્છ-ગુજરાતની નહી પરંતુ વૈશ્વીક યાતાયાતમાં ભારતની આૃર્થ વ્યવસૃથા અંગે મહત્વપૂર્ણ ભુમીકા ભજવી શકે છે. ગુજરાતનો સમુદ્ર સાથે નાતો હજારો વર્ષ જુનો છે.  લોથલના જમાનાથી સમુદ્રી વેપાર ાૃથતો આવ્યો છે. કંડલાના વિકાશની પરિકલ્પના કરતા પીએમએ ઉમેર્યું હતું કે, કંડલા વિદેશી લાકડાના આયાતનું હબ છે. અહીં જ આ લાકડાનું વેલ્યુ એડીશન કરીને તેની નિકાસ કરી શકાય છે. તેને સમુન્દ્રના માર્ગે જ ભારતના અન્ય સૃથળો પર લઈ જવાય, તેના માટ  જમીન માર્ગે જવાની જરૃર નાથી. આ નવી વ્યવસૃથા પરિવર્તન સુચવે છે. ૨૦૨૨માં ભારત આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ કરે ત્યારે પ્રત્યેક લોકો ભારતના વિકાસ માટે સંકલ્પ કરે તેવી મોદીએ અપીલ કરી હતી. પાંચ વર્ષમાં આવો સંકલ્પ કરીને કંઈક કરી દેખાડીએ. આવું થવાથી ગરીબોની જીંદગીમાં મોટો બદલાવ આવશે . તેઓએ નિતીન ગડકરીના પણ ભરપૂર વખાણ કર્યા હતા.