શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 24 જૂન 2022 (13:15 IST)

ચોમાસુ-૨૦૨૨: આફતો સામેની તૈયારી તથા રાહત બચાવની કામગીરી અંતર્ગત ૨૪ કલાક કંટ્રોલરૂમ કાર્યરત

After The Unseasonal Rains,
ચોમાસુ-૨૦૨૨ નાં અનુસંધાને અતિવૃષ્ટી, પુર, ભારે વરસાદ, વાવાઝોડુ તથા અન્ય સંભવિત આફતો સામેની તૈયારી તથા રાહત બચાવની કામગીરી અંતર્ગત પ્રજાજનોની ફરીયાદ/માર્ગદર્શન મેળવવા તેમજ માહિતીની આપ-લે માટે ભાવનગર મહાનગરપાલિકા ખાતે તેમજ તાલુકામાં મામલતદાર કચેરી ખાતે આપત્તિ વ્યવસ્થાપનનાં ભાગરૂપે ૨૪ કલાક કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે.
 
જેમાં ભાવનગર મહાનગરપાલિકા કંટ્રોલ રૂમ નં.૦૨૭૮-૨૪૩૦૨૪૫, ૦૨૭૮-૨૪૨૪૮૧૬, ઘોઘા કંટ્રોલ રૂમ નં.૦૨૭૮-૨૮૮૨૩૨૩, ઘોઘા કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૬-૨૨૨૦૦૯, ઉમરાળા કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૩-૨૩૫૨૩૦, વલ્લભીપુર કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૧-૨૨૨૪૩૫, પાલીતાણા કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૮-૨૪૩૩૨૬, ગારીયાધાર કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૩-૨૫૨૯૨૨, મહુવા કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૪-૨૨૩૦૪૨, જેસર કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૫-૨૮૧૪૦૦ તથા તળાજા કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૨-૨૨૨૦૪૨ શરૂ કરવામાં આવેલ છે. 
 
જેથી આકસ્મિક સંજોગોમાં પ્રજાજનોને મદદ, ફરીયાદ, માર્ગદર્શન અને માહિતીની આપ-લે માટે સબંધિત વિસ્તારનાં કંટ્રોલરૂમનો સંપર્ક કરી શકાશે.