ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 24 જૂન 2022 (13:08 IST)

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ગુજરાતમાં મફત વિજળી માટે શરૂ કર્યું અભિયાન

aam admi party
આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકરો દિલ્હી મોડલને ટાંકીને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સરકાર પાસેથી મફત અથવા સસ્તી વીજળીની માંગણી સાથે શેરીઓમાં ઉતર્યા છે. AAP ડિસેમ્બરમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે. પક્ષે મતદારોને આકર્ષવા અને સત્તાધારી ભાજપને પડકારવા માટે મફત વીજળીનો મુદ્દો મુખ્ય રીતે ઉઠાવ્યો છે.
 
આમ આદમી પાર્ટી દ્વારા 15 જૂને શરૂ કરવામાં આવેલ "મફત વીજળી આંદોલન" 26 જૂન સુધી ચાલુ રહેશે. AAP કાર્યકર્તાઓ 15 દિવસની લાંબી ઝુંબેશના ભાગરૂપે મશાલ યાત્રાઓ, પદયાત્રાઓ અને સાયકલ રેલીઓનું આયોજન કરશે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર AAPના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ચૂંટણી પ્રચારના સમાપન સમયે ગુજરાતમાં હાજર રહે તેવી શક્યતા છે.
 
પાર્ટીના નવનિયુક્ત રાષ્ટ્રીય સંયુક્ત સચિવ ઇસુદાન ગઢવીએ બુધવારે જણાવ્યું હતું કે, "ગુજરાતની જનતાને કહેવામાં આવી રહ્યું છે કે કેજરીવાલ સરકાર દ્વારા દિલ્હીમાં 200 યુનિટ વીજળી મફત આપવામાં આવે છે અને સમગ્ર દિલ્હીમાં 24 કલાક વીજળી ઉપલબ્ધ છે."
 
ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, “ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સત્તા હોવા છતાં અહીંની વીજળી દેશમાં સૌથી મોંઘી છે. દેશના બે રાજ્યોમાં મફત વીજળી આપી શકાતી હોય તો ગુજરાતમાં કેમ નહીં.
 
AAPના રાજ્ય એકમના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ કહ્યું, "આપની માંગ છે કે ભાજપ સરકાર રાજ્યના લોકોને લૂંટવાનું બંધ કરે અને મફતમાં વીજળી આપવાનું શરૂ કરે અથવા ઓછામાં ઓછી સસ્તી કરે. તેમણે દાવો કર્યો હતો કે આ અભિયાનને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે, જેનાથી ભાજપની અસ્વસ્થતા વધી રહી છે.
તેમણે દાવો કર્યો હતો કે પ્રચાર દરમિયાન AAPના ઘણા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી અને ઘણાને ધમકીભર્યા ફોન આવ્યા હતા.