શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 13 જૂન 2022 (16:55 IST)

આમ આદમી પાર્ટી ગુજરાતમાં 15થી 24 જૂન વીજળી સસ્તી કરો આંદોલન શરૂ કરશે, લોકો સુધી પહોંચીને સવાલો કરાશે

ભાજપ આ આંદોલનમાં જે જુલમ કરશે તે અમે સહન કરવા તૈયાર છીએઃ ગોપાલ ઈટાલિયા

aam admi party
ગુજરાતમાં આમઆદમી પાર્ટીનું 800થી વધુ કાર્યકરોનું જમ્બો માળખું રવિવારે જાહેર કરવામાં આવ્યું છે. આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, રાજ્યમાં અમે શિક્ષણ સહિતના મુદ્દાઓ ઉઠાવ્યાં છે. આગામી દિવસોમાં અન્ય મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવશે. હાલમાં દેશમાં મફતમાં વીજળી આપતું એક માત્ર રાજ્ય દિલ્હી છે. દિલ્લી અને પંજાબમાં જો ફ્રી વીજળી મળી શકતી હોય તો ગુજરાતમાં કેમ નહીં. દેશમાં ગુજરાતમાં સૌથી મોંઘી વીજળી મળે છે. ગુજરાતમાં હવે અમે વીજળી મુદ્દે લડીશું. 
 
24 જૂન સુધી મહાજનસંપર્ક કરવામાં આવશે
ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, આગામી 15 જુને વીજળી ફ્રી મળવી જોઈએ તેના માટે જિલ્લાના મુખ્યમથકો પર આવેદનપત્ર આપશે. તેમજ મીડિયા બ્રિફિગ કરાશે. 16 જૂનથી 24 જૂન સુધી મહા જનસંપર્ક કરવામાં આવશે. જેમાં પદયાત્રા, રેલી કરી વીજળીનો મુદ્દો ઉઠાવશે. 24 કલાક લોકોને ફ્રી વીજળી મળવી જોઈએ. ભાજપ આ આંદોલનમાં જે જુલમ કરશે તે અમે સહન કરવા તૈયાર છીએ અને લોકોને પણ આહવાન છે કે તમે પણ અમારી સાથે જોડાઓ.
 
આમ આદમી પાર્ટી વીજળી સસ્તી કરો આંદોલન શરૂ કરશે
હવે આમ આદમી પાર્ટી દ્વારા વીજળી સસ્તી કરો આંદોલન શરૂ કરશે. અમે લોકો સુધી પહોંચીને વીજળી મુદ્દે પ્રશ્નો પુછીશું અને તેના માટે ફોર્મ ભરવામાં આવશે. વીજળીનો અધિકાર અપાવવા અમે આંદોલન કરીશું. વીજળી કંપનીઓ અને ભ્રષ્ટ ભાજપના મિલિભગતથી મોંઘી વીજળી આપવામાં આવે છે તેની સામે આંદોલન કરીશું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીએ નવા માળખાની જાહેરાત કરી છે તમામને અભિનંદન આપું છું અને આશા રાખું છું કે પાર્ટી સરકાર બનાવી શકશે. બીજી યાદીમાં પણ બીજાનો સમાવેશ કરવામાં આવશે.