શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 23 જૂન 2023 (14:07 IST)

આદિપુરુષ ફિલ્મના મેકર્સને મોરારી બાપુએ સલાહ આપી, રામાયણ પરથી નાટક કે ફિલ્મ બનાવવા કોની સલાહ લેવી તે જણાવ્યું

morari bapu
રામાયણની કથા પર બનેલી બોલિવૂડ ફિલ્મ આદીપુરૂષ તેના સંવાદોને લઈને વિરોધનો સામનો કરી રહી છે. લોકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. વિરોધ વધતાં ફિલ્મમાં કેટલાક સંવાદો બદલી નાંખવામાં આવ્યાં છે અને હાલ ફિલ્મના લેખક મનોજ મુંતશીર લોકોના નિશાને છે. ત્યારે જાણિતા રામ કથાકાર મોરારી બાપુએ પણ આ ફિલ્મને લઈને પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે.

મોરારી બાપુએ કહ્યું હતું કે, આ વ્યાસપીઠ પરથી વિનય સાથે કહેવા માગું છું કે, રામાયણ પર કોઈ નાટક કે ફિલ્મ બનાવવી હોય અથવા તો કોઈ કથા લખવી હોય તેમાં તમારુ પોતાનું ઈન્ટરપ્રેટેશન નાંખવું હોય તો વાલ્મીકી અને તુલસીદાસજીનો આધાર લઈ શકો છો. જ્યારે રામાયણ સિરિયલ બની હતી ત્યારે કરવામાં આવેલા રિસર્ચની વાત પણ તેમણે વ્યાસપીઠ પરથી કરી હતી. તેમણે આદિપુરુષ ફિલ્મના સંવાદોને લઈને કટાક્ષ કર્યો હતો કે, બને તો મોરારીબાપુને પુછી જુઓ. આ તમને અહંકાર લાગે પણ મેં આ વિષય પર 65 વર્ષ સુધી કામ કર્યું છે. રામાનંદ સાગરે રામાયણ સિરિયલ બનાવી ત્યારે બે વ્યક્તિઓનો મત લીધો હતો. એક તો પંડીતજી રામકિંકર મહારાજ અને બીજા સ્વયં તલગાજરડાના.....!મોરારી બાપુએ કહ્યું હતું કે, હું વિનય સાથે કહેવા માગું છું કે શા માટે આવા વિવાદ ઉભા કરી રહ્યો છો! આ લોકો પાસે કાન હોય તો થોડું સાંભળે.