રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 9 એપ્રિલ 2021 (11:48 IST)

માતાએ 7 વર્ષની પુત્રીની કરી હત્યા, કારણ કે માસુમ પુત્રી માતાના અફેયર વિશે જાણી ગઈ હતી

એક મહિલા પોતાની સાત વર્ષની પુત્રીની ખુદ જ નિર્મમ રીતે હત્યા કરી નાખી છે. બાળકીને  માતાના અવૈધ સંબંધો વિશે જાણ થઈ હતી. મહિલાને શક હતો કે ક્યાક બાળકી આ વાત પોતાના પિતા અને અન્ય લોકોને ન બતાવી દે. તેથી આ મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને તેનુ ગળુ કાપી નાખ્યુ. કોર્ટે આ મામલે મૃતકા બાળકીની માતા અને તેના પ્રેમીને હત્યાના દોષી કરાર આપ્યા છે 
 
કડકડડૂમા સ્થિત અતિરિક્ત સત્ર ન્યાયાધીશ ડૉ. સતેન્દ્ર કુમાર ગૌતમની કોર્ટે હત્યારી માતા મુન્ની દેવી અને તેની પ્રેમી સુધીર કુમારને  દોષિત ઠેરવતા કહ્યું કે માતાએ પોતાના માસૂમ બાળકને મારી નાખવો આ એક વિચિત્ર કેસ છે. માતાને પોતાના જ બાળકના દર્દનો એહસાસ પણ ન થયો. આ માતા કેટલી નિર્દયી છે કે જેણે પોતાની જ બાળકીને તડપાવી તડપાવીને મારી નાખી. આ મામલે બાળકીની માતા સાથે તેનો પ્રેમી પણ આ અપરાધ માટે બરાબરીનો જવાબદાર છે અને બંનેને હત્યારા સાબિત કર્યા છે. 
 
કોર્ટે વયના અંતરની દલીલને કર્યો રદ્દ 
 
દોષી સુધીર કુમાર તરફથી કોર્ટમાં દલીલ આપવામાં આવી કે બાળકીની માતા મુન્ની દેવી 3-4 બાળકોની માતા છે. તેની વય 30 થી વધુ છે. જ્યારે કે સુધી માત્ર 20 વર્ષનો છે. બંને વચ્ચે અનૈતિક સંબંધો કેવી રીતે હોઈ શકે છે. કોર્ટે કહ્યુ કે સતયુગથી કળયુગની વચ્ચે એવા સેકડો ઉદાહરણ છે જ્યા પ્રેમ અથવા અનૈતિક સંબંધોમાં વયનુ અંતર કોઈ મહત્વ નથી રાખતુ.  જો કે કોર્ટે કહ્યુ કે આ સાબિત કરવાનુ હોય છે . જે અભિયોજન પક્ષ એ પુરતા પુરાવાના આધાર પર સાબિત કર્યુ છે.