ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 18 સપ્ટેમ્બર 2024 (18:17 IST)

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટીમાં આવ્યો માતાને આવ્યો Heart Attack, જુઓ મોતનો Live Video

heart attack
heart attack
વલસાડ જિલ્લામાં જન્મદિવસની પાર્ટીમાં માતાનું હાર્ટએટેકથી મોત. સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે બર્થડે બોય ગૌરિકની માતા યામિનીબેન અને તેના પિતા સ્ટેજ પર પાર્ટીની મજા માણી રહ્યા હતા. ત્યારબાદ યામિનીબેને પતિના ખભા પર માથું મુક્યું અને અચાનક સ્ટેજ પરથી નીચે પડી ગયા.

 
પુત્રની બર્થડે પાર્ટીમાં માતાને હાર્ટ એટેક આવ્યો હતો.  ગુજરાત ( gujarat ) ના વલસાડ જિલ્લામાં એક દર્દનાક ઘટના જોવા મળી હતી. જ્યાં પુત્રની બર્થડે પાર્ટીમાં માતાનું હૃદયરોગના હુમલાથી મોત થયું હતું. આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પરિવાર તેમના પાંચ વર્ષના પુત્રની બર્થડે પાર્ટી માણી રહ્યો હતો.
 
પરિવારજનો તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચતા તબીબે મૃત જાહેર કર્યા હતા. આથી ખુશીનો અવસર માતમમાં ફેરવાઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જન્મદિવસની ઉજવણીમાં જ પોતાના જન્મદિવસે એક પુત્રએ માતાની છાયા ગુમાવતા સમગ્ર પંથકમાં ગમગીન માહોલ છવાયો હતો.