બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 મે 2018 (14:50 IST)

મુંબઈ એટીએસએ ત્રાસવાદી પ્રવૃત્તિમાં જોડાયેલા ગાંધીધામના શખ્સને ઉઠાવ્યો?

મુંબઈની એટીએસની ટીમ ગાંધીધામથી ત્રાસવાદી ગતિવીધી સાથે જોડાયેલા અલ્લારખા ખાનને ઈનપુટના આધારે ઉઠાવી લઈ ગઈ હતી. ગાંધીધામમાં ડ્રાઈવિંગનું કામ કરતાં આ શખસ મુંબઈના ત્રાસવાદી હુમલા જેવા ગંભીર ગુનાઓમાં આરોપી રહેલા ત્રાસવાદી સાથે સીધો સંપર્કમાં હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સતાવાર સુત્રોએ જણાવ્યું હતું. ઍટીએસની ટીમે મંગળવારે ગાંધીધામથી અલ્લારખા ખાન નામક શખસને ઉઠાવ્યો હતો, જે મુંબઈમાં પકડાયેલા મીર્જા ફેઝલના સીધા સંપર્કમાં હોવાનું જાણવા મળે છે. 

મુંબઈ પોલીસના સુત્રોએ જણાવ્યું હતું કે ગાંધીધામથી ઝડપાયેલો અલ્લારખા ખાન એ છુટક ડ્રાઈવિંગનું કામ કરે છે અને મુળ જુનાગઢ જિલ્લાનો છે. થોડા વર્ષો પહેલા તેમનું પરીવાર ગાંધીધામ આવી વસ્યુ હતુ, જેની પાછળનું કોઇ ચોક્કસ કારણ જાણવા મળતુ નથી. આ અંગે એસપી ભાવનાબેન પટેલનો સંપર્ક સાધવાના લગાતાર પ્રયત્નો છતાં સંપર્ક થઈ શક્યો નહતો તો આઈજી પટેલનો સંપર્ક સાધતા તેમણે આ અંગે અજાણતા વ્યક્ત કરી હતી.જે શખસ થકી સીધા સંપર્કો ધરાવવાનો આરોપથી ગાંધીધામથી શખસને ઉઠાવાયો છે, તે ફારુખ દેવાડીવાલાએ એક સમયે દાઉદ ઈબ્રાહિમના ગુજરાતના કારોબારને સંભળાવતો અને ખાસ કરીને સોનાની દાણચોરીનો જિમ્મો તેના પર લાંબો સમય રહ્યો હતો.