શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગાંધીધામ , મંગળવાર, 1 મે 2018 (22:58 IST)

ગાંધીધામમાં અપમાનજક પોસ્ટથી રોષે ભરાયેલ લોકોએ કર્યું ચક્કાજામ, પોલીસે ટીયર ગેસનાંનાં સેલ છોડીને ટોળાને વિખેર્યું

:ગાંધીધામમાં દેવી દેવતાઓની અપમાનજક પોસ્ટથી લોકોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે લોકો રસ્તામાં ઉતરી આવ્યા છે રોષે ભરાયેલ લોકોએ ટાયરો સળગાવ્યા છે અને ચક્કાજામ કરી દેતા પોલીસ કાફલો દોડી આવ્યો છે   જાણવા મળ્યા મુજબ ગાંધીધામમાં સમાજના આરાધ્ય દેવી-દેવતાઓ અંગે સોશયલ મીડિયામાં અપમાનજનક પોસ્ટ કરી હતી. જેના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવતા તંગદિલી છવાઈ ગઈ હતી. રોષે ભરાયેલા લોકોએ ટાયરો સળગાવી રસ્તા બ્લોક કરી દીધા હતા. ભારે વિરોધનાં કારણે ઓસ્લો સર્કલ પાસે ચક્કાજામ થયું હતું. આ ઉપરાંત રોષમાં હોશ ખોઇ બેઠેલા ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો.
 
ટોળાએ કરેલા પથ્થરમારામાં 10 જેટલા પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. બેકાબુ બનેલા ટોળાને હટાવવા માટે આખરે પોલીસે ટીયરગેસનાં સેલ છોડવા પડ્યા હતા. મહેશ્વરી સમાજે ધાર્મિક લાગણી દુભાયાને કારણે વિરોધ કર્યો હતો. ગાંધીધામનના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને સ્થિતિને થાળે પાડવા પ્રયાસો હાથ ધર્યા હતા. ફેસબૂક પર અભદ્ર ટિપ્પણી કરી અસમાજિક તત્વોએ ધાર્મિક લાગણી દુભાવી હતી. સ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે, પોલીસે ટીયર ગેસનાં સેલ છોડીને ટોળાને વિખેર્યું હતું.