શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 માર્ચ 2018 (11:26 IST)

અમદાવાદમાં વિદ્યાર્થીની બાઈકને ટોરેન્ટની બસે ટક્કર મારતાં મોત, લોકોનો ચક્કાજામ

સોમવારે વહેલી સવારે કોલેજ જઈ રહેલા એક વિદ્યાર્થીને ટોરેન્ટની બસે ટક્કર મારી દેતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઉલાળ્યો હતો. અકસ્માતને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ટોળાએ રોડ ચક્કાજામ કરી દીધો હતો. પ્રાપ્ત વિગતો પ્રમાણે સુભલ પટેલ સવારે તેનું બાઈક લઈને કોલેજ જઈ રહ્યો હતો. ત્યારે ચાણક્યપુરી આર સી ટેક્નિકલ પાસે ટોરેન્ટની બસે તેના બાઈકને અડફેટે લીધું હતું.

બાઈકને ટક્કર લાગતા બાઈક સાથે યુવાન ફંગોળાયો હતો. ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત કરીને બાઈકસવાર કોલેજીયનની જિંદગીને છિનવનાર ટોરેન્ટનો બસચાલક અકસ્માત સર્જીને નાસી છૂટ્યો હતો. જેને પગલે સ્થાનિક લોકોએ ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો. પરંતુ બસચાલક સામેથી પોલીસ સામે હાજર થતાં તેની અટકાયત કરવામાં આવી હતી.