શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated :લંડન. , સોમવાર, 19 માર્ચ 2018 (12:14 IST)

પ્લેનમાં યુવતીનો શરમજનક વ્યવ્હાર, અજાણ્યા યુવક સાથે કરવા લાગી સેક્સ

ગૈટવિક એયરપોર્ટ સામે ઉડાન ભરનારા વર્જિન એટલાંટિક વિમાનમાં એક મહિલાએ શરમની બધી હદ પાર કરી નાખી. માહિતગાર મુજબ 13 માર્ચના રોજ મહિલા વિમાન ગૈટવિક એયરપોર્ટથી મેક્સિકોના કૈનકન એયરપોર્ટ માટે રવાના થઈ હતી. આ ફ્લાઈટ 11 કલાક લેટ હતી. 
 
મહિલાએ પહેલા અજાણ્યા યુવકને કિસ કર્યુ અને પછી બંને ઈકોનોમી ક્લાસના બાથરૂમમાં જતા રહ્યા. થોડીવાર પછી જ વિમાનમાં રહેલા સ્ટાફે બાથરૂમનો ગેટ ખટખટાવ્યો અને જ્યારે દરવાજો ખુલ્યો તો બંને આપત્તિજનક સ્થિતિમાં જોવા મળ્યા. આશ્ચર્યની વાત એ છે કે બંને આ વિમાનમાં ચઢતા પહેલા એકબીજાને જાણતા પણ નહોતા. વર્જિન એંટલાંટિક મુજબ હવે મહિલાને હંમેશા માટે બૈન કરવામાં આવી છે. 
 
નશામાં ધૂત હતી યુવતી 
 
પાસે જ બેસેલા એક વ્યક્તિએ જણાવ્યુ કે એ બપોરે 12.30 વાગ્યે વિમાનમાં એકદમ નશામાં ધૂત થઈને ચઢી હતી. તે ખૂબ ફ્રેંડલી હતી. તેને મારી સાથે અને મારા મિત્ર સાથે પહેલા વાત કરવાની કોશિશ કરી. ત્યારબાદ મહિલા વિમાનમાં જ મુસાફરી કરી રહેલ એક વ્યક્તિ સાથે વાતચીત કરવા લાગી અને થોડી વાર પછી તેઓ કિસ કરી રહ્યા હતા.  થોડીવાર પછી જ મહિલા ટોયલેટ જતી રહી અને એ વ્યક્તિ પણ તેની પાછળ પાછળ ગયો. 
 
વિમાનમાં મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરો મુજબ બધા જાણતા હતા કે શુ કરી રહ્યા હતા. કારણ કે ખૂબ અવાજ કરી રહ્યા હતા.  એક વીડિયો ફુટેજમાં જોવાથી જાણ થાય છે કે બાથરૂમમાંથી પહેલા અજાણ્યો વ્યક્તિ નીકળે છે અને બતાવે છે કે મહિલા બીમાર છે. પણ વિમાન સ્ટાફે વ્યક્તિની વાતને વચ્ચે કાપતા જ કહ્યુ જ્યારે બંને એકબીજાને જાણતા પણ નથી તો બંને એકસાથે બાથરૂમમાં કેવી રીતે ? જ્યારે ક્રૂ બંને મુસાફરોને જુદી જુદી સીટો પર બેસાડવામાં સફળ રહ્યુ ત્યારે બધા મુસાફરો તાળીઓ પાડવા માંડ્યા.