શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 12 ડિસેમ્બર 2017 (11:25 IST)

રિવરફ્રન્ટ પર પ્રથમ વાર સી પ્લેનનો પ્રયોગ સફળ, વડાપ્રધાન સવાર થઈને માં અંબાના દર્શન કરશે

વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચારમાં વડાપ્રધાન મોદીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે  મોદીએ  પહેલીવાર સાબરમતી નદીમાં જળ પર સી પ્લેન લેન્ડ કરાવી તેમાં બેસીને ધરોઈ જવા રવાના થયા હતા. ત્યારબાદ ત્યાંથી સીધા ધરોઈ ડેમ ખાતે ઉતરણ કરીને અહીં ધરોઈ ખાતે એક જનસભા પણ સંબોધશે. ત્યારબાદ તેઓ અંબાજી ખાતે મા અંબાના દર્શન કરવા જશે. નરેન્દ્ર મોદી ધરોઈ જવા રવાના થાય તે પહેલા સી પ્લેનનું રિહર્સલ થયું હતું.

રિહર્સલને નિહાળવા મોટી સંખ્યામાં લોકો રિવરફ્રન્ટ ખાતે ઉમટ્યા હતા. સાબરમતીના જળમાં પહેલીવાર કોઈ હવાઈજહાજ તરતું હતું. તેને જોઈને ઉપસ્થિત સૌ કોઈ રોમાંચિત થઈ ગયા હતા. સ્પાઇસ જેટ કંપનીએ જાપાનની સેટોચી હોલ્ડિંગ્સ કંપનીની મદદથી સી-પ્લેનના ટ્રાયલ્સનું આયોજન કર્યુ હતું, જ્યાં કેન્દ્રીય પ્રધાનો ગજપતિ રાજુ, નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. જેમણે સી-પ્લેન ફ્લાઈટના લેન્ડિંગનું પણ નિરીક્ષણ કર્યું હતું.