બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 1 ડિસેમ્બર 2017 (11:51 IST)

વડાપ્રધાન મોદી રવિ-સોમવારે ફરીથી ગુજરાતની બે દિવસની મુલાકાતે

ભાજપનાં સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી ફરીથી રવિ, સોમવારે એમ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલી SGVP સંસ્થાના એક કાર્યક્રમમાં હાજર રહેશે. તેમજ બે દિવસના રોકાણ દરમિયાન વડાપ્રધાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચૂંટણઈલક્ષી જાહેરસભાઓને સંબોધન કરશે. એસ. જી.હાઈવે પરનાં ભાજપનાં મીડિયા સેન્ટર ખાતે આ અંગે ભાજપનાં ગુજરાતનાં પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, ૨૨ વર્ષના ભાજપના શાસન પહેલા કોંગ્રેસના શાસનમાં રથયાત્રામાં હુલ્લડો વધ્યા હતા. કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળેલી હતી.

નર્મદા યોજનાને અટકાવવાનું મહાપાપ કર્યું હતું. હાલમાં પણ કોંગ્રેસ પાસે કોઈ નેતૃત્વ જ નથી. કોંગ્રેસ કંઈક બોલે છે એ કરે છે જુદુ. જ્યારે ભાજપમાં આવુ નથી. સરકાર તથા સંગઠનમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા અમે તત્પર છીએ. કોંગ્રેસમાં ઉતરાધિકારીને પસંદ કરવામાં આવે છે અને ત્યાં વંશવાદ ચાલે છે. જ્યાં નેતૃત્વ પસંદ કરવામાં આવે ત્યારે જ સાચી લોકશાહીના દર્શન થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૩ અને ૪ ડિસેમ્બરનાં રોજ વિવિધ શહેરોમાં કુલ૭ વિકાસ રેલીને સંબોધન કરશે. 
વડાપ્રધાનનો કાર્યક્રમ તારીખ સમય સ્થળ ૩ ડિસે. સવારે ૧૦-૩૦ ભરૃચ બપોરે ૧૨-૩૦ સુરેન્દ્રનગર સાંજે ૭-૦૦ રાજકોટ ૪ ડિસે. સવારે ૧૦-૦૦ ધરમપુર બપોરે ૧૨-૦૦ ભાવનગર બપોરે ૨-૦૦ જૂનાગઢ સાંજે ૪-૦૦ જામનગર