શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 24 નવેમ્બર 2017 (15:42 IST)

સીએમ રૂપાણી પાટીદારોના ખોફને કારણે રાજકોટ પશ્ચિમ સહિત અકોટા બેઠક પરથી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ

ગુજરાતમાં હાલમાં ભાજપ પ્રત્યે પાટીદારો રોષે ભરાયા છે કે નહીં તે ચૂંટણીનું પરિણામ બતાવશે પરંતુ રાજકારણમાં એક એવી ચર્ચાએ જોર પકડ્યું છે જેમાં ગુજરાતના સીએમને પોતાની બેઠક સહિત બીજી અન્ય બેઠક પર પણ ઉમેદવારી નોંધાવવી પડે એમ છે. ચર્ચાઓ એવી થઈ રહી છે કે પાટીદારોના ખોફને કારણે ભાજપમાં આ વખતે ચૂંટણી જીતવી કપરી બની ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રી પોતે ટેન્શનમાં છે, તેવું લાગે છે. વાત એવી ચર્ચાઈ રહી છે કે, CM વિજય રૂપાણી બે સીટ પરથી ચૂંટણી લડી શકે છે.

રાજકોટ પશ્ચિમથી તો તેઓ ચૂંટણી લડવાના જ છે, પરંતુ આ સાથે તેઓ વડોદરાની અકોટા બેઠક પરથી પણ ચૂંટણી લડે તેવી શક્યતા છે. કારણ કે આ બેઠક પર પહેલા સૌરભ દલાલને ટિકિટ આપવામાં આવી હતી અને હવે તેમને બોટાદની ટિકિટ આપી દેવામાં આવી છે, તેવામાં આ સીટ ખાલી છે અને રાજકોટમાં માહોલને જોતા CM વિજય રૂપાણીને જીતવા માટે સંઘર્ષ કરવો પડી શકે છે. આ સિવાય હાર્દિક પણ રાજકોટમાં 29 તારીખે જંગી સભા કરવાનો છે, તેને કારણે CM વિજય રૂપાણી કોઈ ચાન્સ લેવા માગતા નથી અને બે સીટ પરથી ચૂંટણી લડે તેવી વાત ચાલી રહી છે.