મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 20 નવેમ્બર 2017 (14:25 IST)

રાજકોટ પશ્ચિ બેઠકમાં સીએમ રૂપાણી અને કોંગ્રેસના ઈન્દ્રનીલે ઉમેદવારી પત્રક ભર્યું

રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ભાજપમાંથી વિજય રૂપાણી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. 12.39 વાગે વિજય મુહૂર્તમાં વિજય રૂપાણી ઉમેદવારી પત્રક ભરી ચૂંટણીના શ્રીગણેશ કર્યા હતા. ઉમેદવારી પત્રક ભર્યા પહેલા રૂપાણીએ સભા સંબોધી હતી, જ્યાં તેઓએ કોંગ્રેસને જડમૂળથી ઉખાડી ફેંકવાનો હુંકાર કર્યો હતો, તો રાજકોટ આવી પહોંચેલા અરુણ જેટલીએ પણ જંગી બહુમતીએ જીતશે તેમ જણાવ્યું હતું.

રાજકોટ પશ્ચિમ બેઠકના કેંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ આજે ઉમેદવારી પત્રક ભર્યું હતું. ઉમેદવારી પત્રક ભરતા પહેલાં તેણે કિસાનપરા ચોકમાં એક સભા સંબોધી હતી. જેમાં તેણે વિજય રૂપાણીને આસુરી શક્તિના રાવણ ગણાવ્યા હતા.રાજ્યગુરૂએ વધુમાં જણાવ્યું હતું કે, આ આસુરી શક્તિના રાવણના મગજનું ઓપરેશન કરવા મને મારા મહાદેવે મોકલ્યો છે. હું રાજકોટ 68માં ઉભો રહ્યો હોત તો હું આસાનીથી જીતી શકત પરંતુ મારે રાજકોટના લોકોનું દિલ જીતવું હતું એટલે રાજકોટ-69માંથી આ વખતે ઉભો રહ્યો છું. ખોટો માણસ સરકારમાં ન આવી જાય તે માટે હું સીએમને સીધી ટક્કર આપી રહ્યો છું.ઇન્દ્રનીલે ભાજપ સરકારને હિટલરશાહી સરકાર ગણાવી હતી. ખુદ મુખ્યમંત્રીનું ગામ રાજકોટ છે તેમ છતા મોદી, અમિત શાહ, અરૂણ જેટલીને ઉતારવા પડે છે. આ ઉપરથી સાબિત થાય છે કે તેને હારવાનો બહુ જ ડર છે. ભાજપ સરકારે નોટબંધી અને જીએસટીના જે ઘા માર્યા છે તે હજુ સુધી લોકોમાં રૂઝાયા નથી. રાજકોટની ચારેય બેઠક પરથી ભાજપને લોકો ઉખાડી ફેંકશે.