બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 7 ડિસેમ્બર 2017 (10:28 IST)

દરેક રાજ્યમાં બનશે આદિવાસીઓનું મ્યૂઝિયમઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેત્રંગમાં જાહેરસભામાં  કોંગ્રેસ પર પ્રહાર કર્યા  અને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે ગરીબો માટે કરેલા કામો અંગેનો હિસાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ આદિવાસીઓને ભૂલી ગઈ છે, પરંતુ અમારી સરકાર દેશના દરેક રાજ્યમાં આદિવાસીઓનું ભવ્ય મ્યૂઝિયમ બનાવશે. અમારા માટે ગરીબોનો પરસેવો અને મહેનત એ જ અમારી અમીરી છે.

ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યો અને મને ખબર પડી કે ગુજરાતમાં કન્યા કેળવણીની શું દશા છે. ત્યારે સંકલ્પ કર્યો હતો કે હું જાતે ગુજરાતના ગામડાંઓમાં જઇશ, ઘરે-ઘરે જઇશ. મેં એ વખતે કહ્યું હતું કે ગુજરાતનો મુખ્યમંત્રી આપના ઘરે ભિક્ષા માગવા માટે આવ્યો છું. તમે મને વચન આપો કે તમે તમારી દિકરીને ભણાવશો. એ કામની શરૂઆત મે ડેડિયાપાડાથી કરી હતી. એ વખતે આજથી 16 વર્ષ પહેલાં જ્યારે ગુજરાતમાં 24 કલાક વિજળી નહોતી. ગામડાંમાં વિજળી નહોતી આવી. મે જ્યારે આવવાનું નક્કી કર્યું તો અધિકારીએ કહ્યું ત્યાં રહેવાની વ્યવસ્થા નહીં હોય. તલાટીના દફ્તરમાં સેતરંજી પાથરીને સુઇ જઇશ પણ મારે જવું છે. ત્રણ દિવસ અને ત્રણ રાત કોઇ મુખ્યમંત્રી દેશમાં ક્યાંય બેઠો નહીં હોય હું બેઠો હતો.

44 ડિગ્રી તાપમાનમાં લોકો કુલુ, મનાલી સ્વિત્ઝરલેન્ડ જતાં ત્યારે આ મુખ્યમંત્રી ડેડિયાપાડાના જંગલમાં ફરતો હતો. તેનો હેતુ હતો ગુજરાતની દિકરીઓ, આદિવાસી દિકરીઓ જે શિક્ષણમાં પાછળ રહી છે તેમને મારે ભણાવી ગણાવીને આગળ લાવી છે અને આ તપસ્યા આદરી છે. આજે ગુજરાતમાં દિકરીઓનું શિક્ષણ એમાં જે સુધારો થયો છે, આઝાદીના 50 વર્ષ સુધી જે કામ નહોતું થયું તે ભાજપની સરકારે આવીને પૂર્ણ કર્યું છે. આદિવાસીઓને જમીનના પટ્ટા આપવાના હોય, લોકો વિવાદ કરે, અરજીઓ ખાડે નાખે, કોંગ્રેસ લોકોને ભડકાવવા માટે ખોટી અરજી કરાવડાવે. મોદી સામે વિરોધ ઊભો કરો. જે આદિવાસીઓ પટ્ટના હકદાર હતા તેમને આપવાનું કામ ગુજરાતે કરી બતાવ્યું છે. આ કોંગ્રેસના લોકો પોતાને ગરીબો સાથે જોડીને વાત કરે છે. મોદી બાબતે વાત કરે ત્યારે એમ કહે છેકે અમીરો માટે કામ કરે છે. આ ડેડિયાપાડા જિલ્લામાં કેટલા અમીરો છે? એ ડેડિયાપાડામાં મોદી ત્રણ દિવસ આવીને રહ્યાં એ અમીરો માટે આવ્યા હતા કે ગરીબો માટે આવ્યા હતા?
ભગવાન રામના જમાના પણ આદિવાસી સમાજ હતો, મહાભારત વખતે હતો, શિવાજી મહારાજ વખતે, રાણા પ્રતાપ, આઝાદીની લડાઇ વખતે હતો, આ કોંગ્રેસ પાર્ટી 50 વર્ષ રાજ કર્યું પણ તેમને આદિવાસી મંત્રાલય ન બનાવ્યું. આદિવાસીઓ માટે અલગ બજેટ ન બનાવ્યું. આદિવાસી મંત્રી અલગ હોય એની વ્યવસ્થા ન કરી. આઝાદીના છ દાયકા પછી અટલજીની સરકાર બની, ભાજપની સરકાર બની ત્યારે પહેલીવાર આ દેશમાં આદિવાસીઓનું અલગ મંત્રાલય, અલગ બજેટ અને સાંસદમાં આદિવાસીઓના વિકાસની ચર્ચા થઇ. કોંગ્રેસ કયા મોઢે આદિવાસી અને ગરીબોની વાતો કરે છે.
આજે પણ આ દેશમાં 18 હજાર ગામ એવા 18મી સદીની જીંદગી લોકો જીવે. વિજળી નહીં. હવે મને કહોં તમે આટલા વર્ષો સુધી રાજ કર્યું, ગરીબોના નામે રાજ કર્યું. તેમને આ વિચાર કેમ ન આવ્યો. વડાપ્રધાન બન્યા પછી મને અધિકારીઓએ કહ્યું કે આવું કરવા માટે 7 વર્ષ લાગે. મેં લાલ કિલ્લા પરથી જાહેર કર્યું કે મારે 1 હજાર દિવસમાં 18 હજાર ગામોમાં વિજળી પહોંચાડવી છે અને 16 હજાર ગામોમાં પહોંચી ગઇ છે અને હજાર દિવસ પણ નથી થયાં.
આઝાદીના 70 વર્ષ પછી પણ 25 કરોડ કૂંટુબમાં 4 કરોડ કૂંટુબ એવા છે, જેમના વિજળી નથી. આ અમીરો છે કે ગરીબો. મોદી સરકારે સંકલ્પ કર્યો છે. આ ચાર કરોડ કુટુંબોમાં મફતમાં વિજળીનું કનેક્શન આપી દેવામાં આવશે. પહેલાં તમારે વિજળીનું કનેક્શન લેવું હોય તો ગરીબોની સરકાર શું કરતી હતી. તમારા ઘર સુધી થાંભલા, દોરડા, મીટર નાંખવાનો ખર્ચ તમારો. ક્યાંથી ગરીબો વિજળી નંખાવે.
આ કોંગ્રેસના વાતોના વડા કરવામાં એક્સપર્ટ છે. તેઓ આરામથી જુઠું બોલે. વામન ભગવાને ત્રણ ડગલામાં આખી પૃથ્વી માપી લીધી હતી. હમણા એક એવા નેતા ફરે છે, તેમણે એવું કહ્યું કે, મોદીએ એક ઉદ્યોગપતિને આટલી જમીન આપી દીધી. એ આકંડો બોલ્યા છે. તે ત્રણ પૃથ્વી ભેગી કરીએ એટલો થાય. જેમણે પ્રાથમિક નોલેજ નથી. હવે એમણે આપણે શું કહેવું? રડવું કે હસવું ખબર નથી પડતી?
અમે એક સંકલ્પ કર્યો છે. દેશની આઝાદીમાં યોગદાન આપ્યું છે. 1857માં આદિવાસીઓએ આઝાદીના આંદોલનમાં એટલી બધી લડત આપી છેકે અંગ્રેજોના દાંત ખાટાં કરી દીધા હતા. દેશના આદિવાસીઓનો ત્યાગ બલિદાન આ કોંગ્રેસે પોતાના જયજયકારના મોહમાં આંખો ઇતિહાસ જમીનમાં ધરબાવી દીધો છે. ભારતના દરેક રાજ્યમાં આદિવાસીઓએ આઝાદીની લડતમાં ભાગ લીધો છે, તેમનું મ્યુઝિયમ બનાવવામાં આવશે. ગુજરાતમાં પણ આદિવાસી મ્યુઝિયમ બનાવવામાં આવશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્ટેચ્યું બનવાનું છે, જેને જોવા દેશ વિદેશમાંથી લોકો આવશે અને તેનાથી અહીંના વિસ્તારમાં રોજગારી વધશે. અમારા માટે ગરીબોનો પરસેવો અમારા માટે અમીરી છે. મારા દેશના ગરીબોની મહેનત છે. ભારતમાં આ ગરીબોની સરકાર શું કરતી હતી એ કહું. કેટલાક લોકોને પેન્શન મળતું હતું. 7થી 15, 85 રૂપિયા મળતા હતા. આ પેન્શન લેવા જવું તેનું ભાડું કરતા પેન્શન ઓછું હતું. આ સરકારે આવીને ઓછામાં ઓછા 1000 રૂપિયા આપવામાં આવશે તેનો નિર્ણય લીધો.