ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 3 જુલાઈ 2021 (17:40 IST)

કેમેરામાં કેદ દુર્ઘટના - પુણે-મુંબઈ એક્સપ્રેસવે પર કંટેનરે કારને ટક્કર મારી, પતિ-પત્ની અને 4 વર્ષના પુત્રનુ મોત

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર થયેલા એક ભીષણ માર્ગ અકસ્માતમાં પતિ-પત્ની અને તેમના 4 વર્ષના પુત્રનુ મોત થઈ ગયુ. આ બધા કારમાં સવાર હતા. આ ઘટનાનો વીડિયો દિલ દહેલાવનારો છે. જેમા જોવા મળી રહ્યુ છે કે એક કંટેનર બેકાબૂ થઈને પહેલા કાર સાથે અને પછી પોતાની આગળ ચાલી રહેલ ટ્રક સાથે અથડાય છે. આ દુર્ઘટનાને કારણે એક્સપ્રેસ વે પર 2 કલાકનો જામ લાગી ગયો. 

 
આ અકસ્માત ખોપોલી એક્ઝિટ અને ફૂડ મોલ વચ્ચે ગુરૂવારે થયો, પણ તેનો વીડિયો હવે સામે આવ્યો છે.  પોલીસના જણાવ્યા મુજબ તેમને માહિતી મળતાની સાથે જ તે સ્થળ પર પહોંચી ગયા હતા. કારમાં લાગેલી આગને કાબુમાં લીધી. લગભગ બે કલાકની મહેનત બાદ કારની બોડીને કટરથી કાપવામાં આવી.  ત્યારબાદ તેમાથી જેકિન ચોટિયાર, પત્ની લુઇસા ચોટિયાર અને પુત્ર ડેરિલ ચોટિયારના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા. આ ત્રણેય પુણેથી મુંબઇના નાઇગાંવ જઈ રહ્યા હતા.
 
બ્રેક ફેલ થવાથી થયો આ અકસ્માત 
 
આ દુર્ઘટનામાં કંટેનર ચાલક પણ ગંભીર રૂપે ઘવાયો. હાલ તેની ખંડાલાના એક પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. તપાસમાં સામે આવ્યુ છે કે દુર્ઘટના કંટેનરની બ્રેક ફેલ થવાથી થઈ.  આ દુર્ઘટના એક ટ્રકમાં લાગેલા સાઈડ કેમેરામાં કેદ થઈ હતી.