શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 21 માર્ચ 2023 (18:44 IST)

નડિયાદ કોર્ટે 2021માં થયેલા દુષ્કર્મ કેસમાં સાવકા પિતાને ફાંસીની સજા ફટકારી

suicide
પિતાએ વારંવાર દુષ્કર્મ આચરીને દીકરીને ગર્ભવતી બનાવી હતી માતાએ માતર પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી હતી
 
 
નડિયાદ ડીસ્ટ્રીક્ટ કોર્ટે આજે સાવકા પિતાને જ 11 વર્ષની કુમળી દિકરી પર દુષ્કર્મ આચરતા ફાંસીની સજા સાથે દંડ ફટકાર્યો છે.તકનો લાભ લઈને આ શખ્સ પોતાની સાવકી પુત્રી જેની ઉંમર 11 વર્ષની છે તેને ધમકાવીને પોતાની હવસનો શિકાર બનાવતો હતો અને તેની સાથે દુષ્કર્મ કરતો હતો. એકધાર્યા પાંચ મહિના સુધી આ શખ્સે પોતાની સાવકી પુત્રી સાથે દુષ્કર્મ કર્યું હતું અને આ વાતની કોઈને જાણ કરીશ તો તને અને તારી મમ્મીને મોતને ઘાટ ઉતારી દઈશ તેવી ધમકી પણ આપતો હતો. જેના કારણે પીડીતા મૌન રહી અને પોતાના પિતાની કરતૂતો સહન કરતી હતી.
 
માતાએ પતિ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
સાવકા પિતાની કાળી કરતૂતો ઉઘાડી પડતાં અંતે દીકરી ગર્ભવતી બની અને આ દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો હતો. સૌપ્રથમ તેણીને દુખાવો થતા માતા સાથે હોસ્પીટલમાં જતાં માતાને માલૂમ પડ્યું હતું કે, તે ગર્ભવતી છે અને તેને 3 માસનો ગર્ભ રહી ચૂક્યો છે. આ દિશામા માતાએ પોતાની દીકરીની પુછપરછ કરતાં આ પાપ તેના સાવકા પિતાએ જ આચર્યુ હોવાનુ જણાવ્યુ હતુ. આ બાબતે વર્ષ 2021મા માતાએ માતર પોલીસમાં પોતાના પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસે તપાસ હાથ ધરી આરોપીની ધડપકડ કરી તપાસ બાદ ચાર્જશીટ નડિયાદ કોર્ટમાં મૂકી હતી.
 
કોર્ટે એક લાખ પાંચ હજાર રૂપિયાનો દંડ કર્યો
આ કેસની સુનાવણી આજે મંગળવારે હાથ ધરાઇ હતી. કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલની દલીલો તેમજ કેસમાં રજૂ કરેલા કુલ 12 સાહેદોના પુરાવા અને કુલ 44 દસ્તાવેજી પુરાવાઓ વિગેરે ધ્યાને લઈ સમાજમાં આવા ગુનાઓ ઓછા બને તે સગીર દીકરીઓ ઉપરના બળાત્કારના કિસ્સાઓ બંધ થાય વિગેરે કારણોને ધ્યાને લઈ કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે. વધુમાં આરોપીને કોર્ટે એક લાખ પાંચ હજાર રૂપિયાનો દંડ કર્યો છે અને રૂપિયા 2 લાખ ભોગ બનનારને વળતર આપવા હુકમ કર્યો છે.