ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 25 જાન્યુઆરી 2023 (11:46 IST)

ગુજરાતના મહેમાન બનેલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ડેલિગેટ્સે અડાલજની સુપ્રસિદ્ધ વાવની લીધી મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને G-20 નું યજમાન પદ મળ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલી G-20 ની સૌ પ્રથમ B-20 ઈનસેપ્શન મીટમાં સહભાગી થવા ગુજરાતના મહેમાન બનેલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ડેલિગેટ્સે ગાંધીનગરના અડાલજ સ્થિત સુપ્રસિદ્ધ રૂડાબાઈની વાવની મુલાકાત લીધી હતી. 
 
મહાનુભાવો અહીંની સ્થાપત્ય કલાકારીગીરીથી પ્રભાવિત થયા હતા. આ B-20 ઇન્સેપ્શન મીટમાં સહભાગી થઈ રહેલા ડેલિગેશન્સના સભ્યોને અડાલજની વાવ ખાતે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના સુપરિન્ટેન્ડન્ટ એ.એમ.વી. સુબ્રહ્મણીયમે આવકાર્યા હતા. અહીં શરણાઈના સૂર સાથે મહાનુભાવોનું પરંપરાગત સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે ગુજરાતની હસ્તકલા કારીગરીથી પણ મહાનુભાવો માહિતગાર થયા હતા.