મંગળવાર, 5 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 25 જાન્યુઆરી 2023 (11:35 IST)

ગુજરાત કોંગ્રેસે વધુ 6 સભ્યોને કર્યા સસ્પેંડ, પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ

ગુજરાતમાં કોંગ્રેસે મંગળવારે વિધાનસભા ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવાના આરોપસર વધુ છ સભ્યોને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. કોંગ્રેસના સૂત્રોએ આ માહિતી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સસ્પેન્ડ કરાયેલા સભ્યોમાં પાર્ટીના જૂનાગઢ યુનિટના પ્રમુખ અને એક મહિલા પદાધિકારીનો સમાવેશ થાય છે. 
 
ગત અઠવાડિયે, કોંગ્રેસના ગુજરાત એકમની શિસ્ત સમિતિ દ્વારા મળેલી ફરિયાદોને પગલે પાર્ટીના 38 સભ્યોને સમાન આધાર પર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોંગ્રેસ સેવાદળના મહિલા મુખ્ય સંગઠક પ્રગતિ આહિર અને જૂનાગઢ શહેર એકમના પ્રમુખ અમિત પટેલને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે સસ્પેન્ડ કરવામાં આવેલા લોકોમાં સામેલ છે.
 
શિસ્તભંગની કાર્યવાહીનો સામનો કરી રહેલા અન્ય લોકોમાં કોંગ્રેસના સભ્યો ખુમાનસિંહ પરમાર, રાજુ સોલંકી અને રાવણ પરમારનો સમાવેશ થાય છે. સમિતિના કન્વીનરે અગાઉ પત્રકારોને જણાવ્યું હતું કે તેમને 95 કોંગ્રેસી સભ્યો વિરુદ્ધ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે 71 ફરિયાદો મળી છે. તેમાંથી કેટલાકને ચેતવણી આપવામાં આવી હતી અને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું. ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં, ભારતીય જનતા પાર્ટી (BJP) 182 સભ્યોની વિધાનસભામાં રેકોર્ડ 156 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળી હતી.
 
તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભામાં શરમજનક હાર બાદ કોંગ્રેસમાં સતત મંથનનો દોર ચાલી રહ્યો છે. આ દરમિયાન પાર્ટીની ત્રણ સભ્યોની સમિતિએ સૌરાષ્ટ્ર વિસ્તારના પક્ષના ઉમેદવારોને મળ્યા હતા. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસને 77 બેઠકો મળી હતી, જેમાંથી 28 બેઠકો સૌરાષ્ટ્રની હતી. કોંગ્રેસ દ્વારા 4 જાન્યુઆરીના રોજ કમિટીની રચના કરવામાં આવી હતી અને તેને બે સપ્તાહની અંદર પાર્ટીને રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્યું હતું.