મેળામાં રાઇડ તૂટી પડતાં પાંચ લોકોને ગંભીર ઈજા
નવસારી જિલ્લાના બિલિમોરામાં આવેલા સોમનાથ મંદિરના મેળામાં એક રાઇડ તૂટી પડતા પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચી છે.
આ રાઇડમાં બે નાનાં બાળકો, એક મહિલા અને રાઇડના ઑપરેટરને ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને નજીકની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બિલિમોરાની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને હાલ તેમણે મેળામાં આવેલી રાઇડ બંધ કરાવી દીધી છે અને ઘટનાની તપાસ શરૂ કરી છે.
રાઇડ તૂટી જતાં દુર્ઘટનાને લઇને અનેક સવાલો ઉઠી રહ્યાં છે. સૌથી મોટો સવાલ છે કે, ચેક કર્યા વિના જ રાઇડને લાયસન્સ આપ્યું હતું. રાઇડનું ફિટનેસ સર્ટીફિક્ટ છે કે, નહિ. શું SOPનું થયું હતુ પાલન કે નહિ દુર્ઘટનાને લઇને અનેક સવાલ ઉઠી રહ્યાં છે.