સંબંધિત સમાચાર
- Father's Day Wishes 2026: મને ખબર છે પપ્પા એ ગુસ્સામાં પણ પ્રેમ હતો.. ફાધર્સ ડે પર તમારા હીરો ને મોકલવા માટે બેસ્ટ મેસેજ
- Happy Father's day.. : દરેક બાળક માટે પિતા 'સર્વશ્રેષ્ઠ હીરો' હોય છે
- Poem For Father - એ પિતા હોય છે...
- ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: ખેડૂતો માટે વીજળીના કલાકો 8 થી વધારીને 10 કરાયા
- Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 20, 20226
RE-NEET પર તંત્રની કડક નજર: અમદાવાદના 23 સેન્ટરો પર 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
re neet exam ahmedabad
અગાઉ પરીક્ષાનું પેપર લીક થયા બાદ વિવાદ સર્જાતા જૂની પરીક્ષા રદ કરીને ફરીથી ટેસ્ટ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત 21 મી જૂને દેશભરમાં નીટની રી-એક્ઝામ (RE-NEET) યોજાવા જઈ રહી છે. આ મહત્વપૂર્ણ પરીક્ષામાં દેશભરમાંથી અંદાજે 22 લાખ વિદ્યાર્થીઓ અને ગુજરાતમાંથી 79 હજાર જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે. આ વખતની પરીક્ષા કોઈપણ ગડબડ વિના અને સંપૂર્ણ પારદર્શિતા સાથે યોજાય તે માટે તંત્ર દ્વારા ખાસ કાળજી રાખવામાં આવી રહી છે.
અમદાવાદના કેન્દ્રો અને પોલીસ વિભાગનું લાઈવ મોનિટરિંગ
અમદાવાદ શહેરમાં આ પરીક્ષા માટે કુલ ૨૩ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે, જ્યાં 10,445 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ 23 સેન્ટરોની આસપાસના સમગ્ર વિસ્તારનું પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સીસીટીવી (CCTV) ની મદદથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની કડક ગાઈડલાઈન મુજબ જ તમામ કેન્દ્રો પર સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે.
પેપર સુરક્ષા માટે ખાસ એસ્કોર્ટ અને ડ્રોન દ્વારા બાજ નજર
પરીક્ષાના પ્રશ્નપત્રો લીક ન થાય અને સમયસર સુરક્ષિત રીતે સેન્ટરો પર પહોંચી જાય તે માટે પોલીસ એસ્કોર્ટ અને વિશેષ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. આ ઉપરાંત, પરીક્ષા કેન્દ્રોની બહાર અસામાજિક તત્વો પર નજર રાખવા માટે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 8 જેટલા હાઈટેક ડ્રોન કેમેરા તૈનાત કરવામાં આવ્યા છે. આ ડ્રોન દ્વારા તમામ સેન્ટરોની આસપાસની ગતિવિધિઓ પર બાજ નજર રાખવામાં આવશે.
સુરક્ષા વ્યવસ્થા માટે વિશાળ પોલીસ કાફલો ખડેપગે
અમદાવાદ પોલીસ આ પરીક્ષાને લઈને સંપૂર્ણ એક્શન મોડમાં છે. સુરક્ષા વ્યવસ્થાને જાળવી રાખવા માટે 6 DCP, 15 PI સહિતનો મોટો પોલીસ સ્ટાફ ખડેપગે તૈનાત રહેશે. આ ઉપરાંત, શહેરના 15 સ્થાનિક પોલીસ સ્ટેશન અને 14 ટ્રાફિક પોલીસ સ્ટેશનના કર્મચારીઓને પણ સેન્ટરોની આસપાસ વ્યવસ્થા જાળવવા અને ટ્રાફિક નિયમન માટે ફરજ સોંપવામાં આવી છે. કેન્દ્રોની બહાર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મૂવિંગ નિર્ભયા સ્ક્વોડના CCTV કેમેરાનો પણ વિશેષ ઉપયોગ કરવામાં આવશે.
સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સોશિયલ મીડિયા પર ચાંપતી નજર
પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની અફવાઓ, પેપર લીકના ખોટા દાવા કે ગેરરીતિને રોકવા માટે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ પણ સક્રિય થઈ ગઈ છે. સાયબર ટીમ દ્વારા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને શંકાસ્પદ ગ્રુપો પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કોઈ પણ ભ્રામક માહિતી સોશિયલ મીડિયા પર ન ફેલાય અને વિદ્યાર્થીઓ કોઈપણ માનસિક તણાવ વગર પોતાની પરીક્ષા આપી શકે.
